________________
ધર્મધ્યાનની બીજભૂત અવસ્થા તે ૪થું ગુણ સ્થાનક છે. ૧૩મે પૂર્ણતા છે અર્થાત્ ૪થા ગુણઠાણે આત્મા સર્વજ્ઞના વચન વડે પોતાના શુદ્ધાત્માની સ્વરૂપ અને સ્વભાવ અવસ્થાને પૂર્ણરૂપે, કર્મના વિપાકથી રહિત અવસ્થાને જાણે છે અને તે જ પ્રમાણે જીવન જીવવાની રુચિ છે પણ મોહની (કર્મ વિપાકની તીવ્રતાદિની) આધીનતાના કારણે તે પ્રમાણે વર્તી શકતો નથી અર્થાત્ સ્વભાવ સ્થિરતા નથી. પણ સ્વભાવ સ્થિરતાની રુચિ છે, નિર્ણય પાકો છે કે જગતમાં આત્મગુણોના ભોગ સિવાય કંઈ પણ ભોગવવા યોગ્ય, મેળવવા યોગ્ય કે સંગ્રહ કે આસક્તિ કરવા યોગ્ય નથી. તેમ માન્યતા શુદ્ધ હોય. પણ નિકાચિત કર્મના ઉદય કે તેવા પ્રકારના સંયોગાદિના કારણે છોડી ન શકે પણ તેમાં ઉદાસીનતા, પશ્ચાતાપ થાય.
હેયને જેણે હેય માન્યું અને ઉપાદેયને ઉપાદેય માન્યું તો હેયનો ત્યાગ કરવામાં અને ઉપાદેયને આદરવામાં આત્મવીર્યને પ્રર્વતાવવું પડે. જેટલો કાળ, જેટલું પણ ત્યાગ કરવાની શક્તિ સંયોગ હોય તો તેટલો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. જ્યાં અશક્ય હોય અને ન કરે તો ઉદાસીનતા, પશ્ચાતાપ સાચા.
જો માન્યતા શુદ્ધ હશે, કોઈ કારણે તે પ્રમાણે પ્રવૃત્તિ ન થાય અને પશ્ચાતાપઉદાસીનતા જાગૃત હોય તો આશ્રવની પ્રવૃત્તિ કરવા છતાં તેમાં પાપના અનુબંધ નહીં પડે. અલ્પબંધ અને વિશેષ નિર્જરા અને ભાવિમાં પાપ નિવૃત્તિના અનુબંધ પડશે. આથી પ્રવૃત્તિ કરતા માન્યતા મહત્વની છે. ૪. સંસ્થાના વિચય:
उत्पादस्थितिभङगादि पर्यायैर्लक्षणैः पृथक्। भेदैर्नामादिभिलोर्कसंस्थानं, चिन्तयेद्भुतम् ॥३९॥
चिन्तयेत्तत्र कर्तारं भोक्तारं निजकर्मणाम्। अरुपमव्ययं जीवमुपयोगस्वलक्षणम् ॥४०॥
(૧૬-અધ્યાત્મસાર) લોકમાં રહેલા જીવ દ્રવ્યાદિનું ચિંતન. દરેક દ્રવ્યોમાં થતું ઉત્પાદ, વ્યય, ભંગાદિ પર્યાયોનું ચિંતન કરવું તે સંસ્થાન વિચય છે અર્થાત્ બીજી રીતે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, અવસ્થા રૂપે દ્રવ્યનું ચિંતન જુદી-જુદી રીતે કરવું અર્થાત્ ૧૪ રાજલોકના આકારાદિનું ચિંતન કરવું.
198 | નવ તત્ત્વ