________________
લોકનો કર્તા કોણ? જીવ પોતે અજ્ઞાનાદિના દોષવડે, કર્મબંધ કરવાવડે પોતાના સંસારનો કર્તા અને કર્મના ફળનો ભોકતા. અર્થાત્ અરૂપી જ્ઞાનાદિ ગુણયુકત એવો આત્મા મિથ્યાત્વાદિ દોષો વડે પ્રાપ્ત કર્મના ફળ રૂપે પ્રાપ્ત દરેક દેહરૂપ આકારમાં ગોઠવવા ગંધ, રસ, સ્પર્શ, જે આત્મા માટે ભોગ્ય નથી તેનો ભોકતા બને. હવે સર્વજ્ઞ વચન વડે સ્વ ગુણ સંપત્તિ અને સ્વ સત્તાગત શુદ્ધ અરૂપી, નિરાકાર આત્માનો નિર્ણય કરી અને તે રૂપે થવા અનંત જ્ઞાનાદિ ગુણોના ભોકતા બનવાનું છે. વર્તમાનમાં જીવે કર્મને વશ બની સ્વાત્માનંદ ભોગવવાને બદલે પુદ્ગલ ભોગ વડે આત્માને પીડા આપવાર્થે ૧૪ રાજલોકમાં ૪ ગતિમાં ૮૪ લાખ યોનિમાં વિવિધ દેહાકારમાં ફસાઈ કેટલું પરિભ્રમણ કર્યું તેનું ચિંતન કરવા વડે અનુકંપા, નિર્વેદ, સંવેદનાને પામી ધર્મ ધ્યાન રૂપે થઈ આત્માનંદ ભોગવવાનો પ્રયત્ન કરવાનો છે.
બીજી રીતે પણ આખું જગત સંસ્થાન રૂપ છે. ભાવનામાં પણ લોક સ્વરૂપ ભાવના આવી. ચોથું સંસ્થાન વિચય ધ્યાન છે. રાગથી આત્મામાં જે આકુળતા છે તે આકારના પર્યાયના કારણે છે, જે આકારે તે સદાય રહેવાનું નથી. ૩ અવસ્થાને પકડો ભૂત, ભવિષ્ય અને વર્તમાન. સ્વભાવ પ્રમાણે તો રાગાદિ ભાવ ન થાય પણ આપણે માત્ર વર્તમાન અવસ્થા પકડીએ છીએ માટે રાગ થાય છે. નામ કર્મના ઉદયથી આપણે રૂપ અને આકારમાં ગોઠવાયા છીએ અને જગતને પણ રૂપ અને આકારથી જ ઓળખીએ છીએ. આત્માએ આત્માના સ્વરૂપથી ઓળખાણ કરવાની હતી તેને બદલે આકાર સાથે વ્યવહાર ચાલ્યો, માટે મોહજન્ય વ્યવહાર ચાલ્યો. કારણ આકાર વિકારને પેદા કરે છે. આપણે જે આરાધના કરતા હોઈએ ત્યારે આપણી ચેતના ચેતનરાજ સાથે જોડાયેલી હોવી જોઈએ, પણ તે પ્રમાણે થતું નથી માટે પરમ આનંદની અનુભૂતિ થતી નથી.
ભેદ જ્ઞાન એટલે ભવનો ભેદ અને તે અપુર્વકબંધક દશાથી થાય. આને ભવ (શરીર) કહેવાય, આને આત્મા કહેવાય એવું ભેદજ્ઞાન થાય અને તે સાચું ત્યારે જ કહેવાય કે હવે આનાથી ભેદ કરવાનું મન થાય. પુદ્ગલનો જે સ્વભાવ અને સ્વરુપ અવસ્થા છે તે આત્મામાં વિપરીતતા લાવે છે માટે તેને સમજવાના છે. પુદ્ગલના આકાર જોતા જ હું આત્મા છું અને નિરાકાર છું તેવું જ્ઞાન થવું જોઈએ, નહીં કે આકારમાં આકર્ષક પરિણામ લાવી અને આત્માને ભૂલી જઈએ. આકારને જોવો એ ગુનો નથી. જોવું, જાણવું એ આત્માનો સ્વભાવ છે પણ આત્માને ભૂલી જવો,
અજીવ તત્ત્વ 199