________________
૩. વિપાક વિચય:
ध्यायेत् कर्मविपाकं च, तं तं योगाऽनुभावजम् प्रकृत्यादिचर्तुभेदं, शुभाऽशुभविभागतः ॥३८॥
'
(૧૬-અધ્યાત્મ સાર) કર્મબંધના ચાર કારણો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, તે નિમિત્તે ચાર પ્રકારના થતા બંધ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપ અને તેથી પ્રાપ્ત થતા શુભાશુભ ફળની વિચારણા કરવી. વિપાક એટલે વિપરિત (પાક) ફળ.
વીર પરમાત્માના આત્માને ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં કરેલા કર્મના વિપાકને ભોગવવા ૭મી નરકમાં જવું પડયુંઃ
આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે જ્યારે વર્તતો નથી ત્યારે કર્મપ્રકૃતિ-કર્મના સ્વભાવે આત્માના જ્ઞાનાદિની વિરુદ્ધ સ્વભાવથી જ્ઞાનાવરણીય જ્ઞાનાદિ ગુણોને રોકનાર એવા કર્મનો બંધ પડે. જેના કારણે તે તે સ્વભાવ પ્રમાણે વર્તન શકે. પણ તેના ઉદયે અજ્ઞાનતાદિ વિભાવરૂપી કર્મના ફળની પ્રાપ્તિ થાય. કર્મ બાંધતી વખતે જેટલો કષાયરસ તીવ્ર, તેટલી કર્મની સ્થિતિ દીર્ઘ અને ફળ પણ તીવ્ર ભોગવવું પડે. જેમ વીર પરમાત્માએ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકનાં કાનમાં ગરમા ગરમ શીશું રેડ્યુ તે વખતે તીવ્ર મિથ્યાત્વનો ઉદય, સાથે સંઘયણબળ પણ મજબૂત, સાથે રાજસત્તાદિ બધી અનુકૂળ સામગ્રી જેથી કષાયરસની અતિ તીવ્રતા સાથે તે કર્મ બંધાણું જેનો ઉદય છેલ્લા ભવમાં તીર્થકર અવસ્થામાં આવ્યો. જન્મતા મેરુને ડોલાવનાર પરમાત્માને કાનમાં ખીલા ઠોકાતા વખતે ભયંકર વેદના અને કાઢતી વખતે તેના કરતા પણ તીવ્ર વેદના થવાથી ચીસ પડી ગઈ. પણ નંદનઋષીના ભવમાં ૧૧ લાખ ૮૦ હજાર ૬૪૫ માસક્ષમણ તપની જે સંવેગપૂર્વક શુદ્ધ આરાધના કરી તેના બળે નિકાચિત કર્મનો રસ તોડી નાખેલ, તેથી નવું કર્મ ન બંધાયું. જ્યારે વાસુદેવના ભવમાં બીજા પણ જે વિભાવ દશામાં ઘોર હિંસાદિ પાપ કર્યા તેના ફળ રૂપે તેમને ૭મી નરકમાં જવું પડ્યું, છતાં તે કર્મોનો પૂર્ણ વિપાક ભોગવાયો નહીં બાકી રહી ગયું તેથી નરકમાંથી સિંહના ભવમાં અને ત્યાંથી પાછા ૪થી નરકમાં કર્મના વિપાક ભોગવવા જવું પડ્યું. તીર્થકરના આત્માઓને પણ કર્મના વિપાક અવશ્ય ભોગવવા પડે તો બીજા આત્માનું શું થાય? 196 | નવ તત્વ