________________
આર્તધ્યાન એ અપાય રૂપ છે. આત્માનું અહિત અનર્થરૂપ:
પોતાના આત્મામાં (ગુણોમાં) સ્થિર થવું તે સિવાય બીજું કંઈ ન ઈચ્છવું તે ધર્મધ્યાન. એ સિવાય પર ઈચ્છવું તે આર્તધ્યાન. જીવ ધર્મધ્યાનમાં સ્થિર ન થાય તો નિમિત્તો મળતા મોહના ઉદયને આધીન થઈ, બીજાની સતત ઈચ્છાઈષ્ટ સંયોગરૂપ અને અનિષ્ટના વિયોગરૂપ જે અભિલાષા-ભાવ થવો, બીજા સાથે (પુદ્ગલ સાથે) રહેવાનો – રમવાનો ભોગવવાનો ભાવ તે આર્તધ્યાન રૂપ. આત્મા માટે અપાય. જ્યારથી પરની ઈચ્છા કરી ત્યારથી મોહના ઉદય રૂપ જીવને ભાવપીડા - તેથી તે આર્ત (પીડા) ધ્યાન છે. તેથી જીવને આસાતા વેદનીય કર્મનો બંધ અને કષાય ભાવનો સતત બંધ ચાલ્યા કરે.
માનેલા ઈંદ્રિયોના અનુકૂળ વિષયો, સુખ, સગવડો માટે તથા બધા જ પ્રકારના ઈષ્ટ સંયોગો માટે હિંસાદિ મહાપાપો કરવાની તૈયારી. માયા કરીને તેમાંથી આબાદ બચી જાય, તે માટે જૂઠું બોલવું, માયાદિ કરવું વગેરે પાપમય હિંસક ભાવોને પોષવા રૂપ જે ભાવ તે રોદ્ર ધ્યાન. આ આત્માના વિભાવરૂપ ધ્યાન છે – તે આત્મા માટે અપાયરૂપ છે અને તેમાં મોહની પરાધીનતા પ્રધાન છે આથી તેના સ્વરૂપની વિચારણા કરવા વડે મોહભાવથી અટકવા સંબંધી જે વિચાર તે અપાય વિચય ધ્યાન.
સમાધિ મરણની ભાવના એ પ્રશસ્તભાવ:
ઈષ્ટસંયોગરૂપ આર્તધ્યાન એ સંસારયોગરૂપ અભિલાષ અને ઈષ્ટસંયોગની પ્રાપ્તિ, માટે ગમે તેવા હિંસાદિ પાપ કરવારૂપ અભિલાષ થાય તે રૌદ્રધ્યાન રૂપ અનુબંધ સંસારયોગ અભિલાષ છે. જ્યારે સમક્તિની હાજરી હોય ત્યારે મોક્ષઅભિલાષ ઈષ્ટસંયોગ પણ છૂટી જાઓ અને સંયોગ ન થાઓ નો ભાવ હોય. જન્મ સંયોગ-મરણ વિયોગ. બન્ને સંસાર ઈચ્છવા યોગ્ય નથી. વિયોગમાં સદા સંયોગો ને સર્વ ઈચ્છાઓનો ત્યાગ નથી પણ સંયોગની અપેક્ષા પડેલી છે. તેથી સંયોગવિયોગના સદા અભાવરૂપ નિર્વાણ જ ઈચ્છવા યોગ્ય, આરાધવા યોગ્ય છે. આર્તરૌદ્ર ધ્યાન એ સંયોગરૂપ જે ભાવ સંસાર રૂપ તે આત્મા માટે અપાય - અનર્થ. સ્વ સ્વભાવના નાશરૂપ છે તેથી તેની ઈચ્છા કરવી યોગ્ય નથી. સમાધી મરણ પણ પ્રશસ્ત ભાવરૂપ છે. તેમાં પણ સર્વ ત્યાગ નથી, સર્વથા મરણથી છૂટવા રૂપ નથી પણ અસમાધિથી બચવા રૂપ છે. છતાં આત્મહિત કરવા જયાં આત્મહિત કરવા ફરી નિર્વાણમાર્ગની સાધનાના યોગ વડે (મોક્ષ)ની પ્રાપ્તિનો પ્રશસ્ત ભાવ છે.
અજીવ તત્વ | 195