________________
પુરુષાર્થ કરનાર હોય તેને તરવામાં સહાયક થાય. આવું જંગમ અને સ્થાવર તીર્થ આપણાં પરમ પુણ્યના ઉદયે પ્રાપ્ત થયું છે. અનંતા ભવ ભ્રમણને ટાળવા માટે મોંઘેરો માનવભવ લાધી ગયો છે તો હે જીવ! તું સમય માત્ર પ્રમાદ ન કર – સમર્થ રોયમ મા પમાયણ સદાય તારા શુદ્ધોપયોગમાં વર્તવાના પ્રધાન પુરુષાર્થ વડે, સહજ સ્વભાવમાં રમમાણ કરવા વડે, મનુષ્ય ભવ સફળ કર. જયારે પણ તારા સ્વભાવમાં ન વર્તે ત્યારે પશ્ચાતાપરૂપી અગ્નિમાં પાપનું પક્ષાલન કરવા વડે આત્માને પવિત્ર કરવાનું ભૂલાય નહીં તો જ તે મોક્ષ માર્ગમાં આગળ વધતો રહીશ અને અંતે પરમાનંદની પૂર્ણ સંપત્તિરૂપ તારી શુદ્ધ સિદ્ધાવસ્થાને પામીશ.
આત્માનું પ્રધાન કર્તવ્ય શું?
પ.પૂ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં અતિ દુર્લભ મનુષ્ય ભવમાં કર્તવ્ય કરવાની વાત કરતા ફરમાવે છે કે દરેક ભવમાં આત્મા કર્તવ્ય તો કરતો જ આવ્યો છે પરંતુ કર્તવ્ય એવું કરવું જોઈએ કે કર્તવ્ય કર્યા પછી કંઈ પણ કરવા જેવું બાકી રહે નહીં, અર્થાત્ સિદ્ધ સ્વરૂપી’ બની જાય. આત્મહિતની પૂર્ણતા જેણે કરી લીધી તેનું પૂર્ણ કર્તવ્ય થઈ ગયું. બાકી તે સિવાય ગમે તેટલા કર્તવ્યો કર્યા કરે અને નવા કર્તવ્યો ઉભા કરતો જાય, તો શું કામનું? આત્માની સ્વભાવ અને સ્વરૂપ પૂર્ણતારૂપ સિદ્ધાવસ્થા પ્રગટ કરવારૂપ કર્તવ્ય જ્યાં સુધી પૂર્ણ ના કરે ત્યાં સુધી અનેકવિધ કર્તવ્યો કરવા છતાં તે કદી પૂર્ણ થવાના નથી. મોટા ભાગના આત્માની અજ્ઞાનતાવાળા જીવોને સંસારમાં બધા કર્તવ્યો કરવાનું સુઝે, પણ આત્માની પૂર્ણતા માત્ર મનુષ્ય ભવમાં જ શકય છે તો તે હું પ્રથમ કરું તેવો ભાવ નહીં આવે. બહુ વિરલ વ્યકિતને જ આ કર્તવ્ય પ્રધાન લાગશે.
આવશ્યક એ જ આત્માનું પરમ કર્તવ્ય: આત્માની પૂર્ણતારૂપ કર્તવ્યને સર્વજ્ઞ પરમાત્માએ ‘આવશ્યક સ્વરૂપે કહ્યું છે. આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય કાર્ય.
आवस्सयं अवस्स करणिजं ध्रुव निग्गहो, विसोही या સર્વવ્યાપી આત્માને નિગ્રહ (અટકાવવો), સવિનયોગ વિરતિ રૂપ અર્થાત્ પ્રતિજ્ઞા પૂર્વક આત્માના સ્વભાવ વિરુદ્ધ સર્વ પાપ વ્યવહારથી આત્માને અટકાવવો અને તપ પશ્ચાતાપાદિથીથી શુદ્ધ કરવો અર્થાત્ ગાવાસાયતિ.
અજીવ તત્વ | 189