________________
આ રીતે આગમ વડે આત્માને ઓળખી સર્વ પર સંયોગની પરાધીનતાથી આત્માને છોડાવી, સ્વને આધીન (સ્વ સ્વભાવમય) બનાવવો તે ધર્મ ધ્યાન, અને પરને આધીન થઈ પરમય બનવું તે આર્ત-રૌદ્ર ધ્યાન.
ભેદજ્ઞાન થયા પછી પુગલનો ઉપયોગ જરૂર પૂરતો ઉદાસીન ભાવે જ કરાય તો જ ભેદજ્ઞાનનો લાભ અર્થાત્ જ્ઞાનાદિગુણ વૃદ્ધિમાં તેની જેટલી સહાયની જરૂર હોય તેટલી જ સહાય લેવાય અર્થાત્ આત્મવીર્યને પુદ્ગલ ગ્રહણાદિમાંથી ખસેડી
સ્વગુણ પરિણમનમાં પરિણમાવવું પડે. નહીંતર મોહ પુદ્ગલના રંગ-રાગમાં રમતો રાખી અને આત્માને આ શરીરમાં બંધનરૂપે ભમતો રાખી, સ્વ-સ્વભાવનું સાવ વિસ્મરણ કરાવી આત્માના ભાવપ્રાણોને હણી નાંખશે. તેનાથી બચવા સર્વજ્ઞ કથિત તત્ત્વ, આચારોને જીવન સાથે વણી લેવાનો પુરુષાર્થ કરવો પડશે અને તે માટે ભેદજ્ઞાન અતિ મહત્વનું છે. આત્મહિત માટે ધ્યાન જરૂરીઃ
મનુષ્યભવનું જે દુર્લભકર્તવ્ય આત્મહિત સાધવાનું છે તે ધ્યાનયોગ વિના શક્ય નથી. ધ્યાનમાં આત્માએ પરના સંયોગ અને પરના સ્વભાવથી છૂટા થવાનું છે અને પોતાના સ્વરૂપનું આલંબન પકડી સ્વ સ્વભાવમાં સ્થિરતા-રમણતા કરવાની છે. અને તે માટે ભેદજ્ઞાન એ પરમ ભૂમિકારૂપ છે, એ જ શિવમાર્ગ છે.
ધ્યાનમાં પ્રથમ ધ્યેયનો પૂર્ણ નિર્ણય જોઈએ. ધ્યેય શુદ્ધ ન હોય તો ધ્યાન શુદ્ધ ન થાય. તેથી પોતાની સત્તાગત શુદ્ધ સિદ્ધાવસ્થા છે, તે સ્વરૂપ હમણાં કર્મના સંયોગથી આવરાયું છે અને કર્મના ઉદયથી વિકૃતિને પામ્યું છે તેવો નિર્ણય પ્રથમ થવો જરૂરી છે.
અનાદિથી બિડાયેલા એવા સત્તાગત શુદ્ધસિદ્ધ સ્વરૂપને જ ધ્યાનમાં આલંબનમાં પકડવાનું સર્વજ્ઞ વચન છે.
રૂપાતીત સ્વભાવ જે કેવળ દંસણનાણીર, ધ્યાતાનિજ આત્મા હોય સિદ્ધ ગુણખાણર.” यः सिद्धात्मा परः सोऽहं, सोऽहं सः परमेश्वर :। मदन्यो न मयोपास्यो, मदन्येन न चाप्यहम् ॥४४॥
(યોગપ્રદીપ)
182 | નવ તત્ત્વ