________________
જગતથી મૌન ધારણ કરી, જગતના સર્વજીવોને સિદ્ધ સમાન સ્વીકારી અને સ્વમાં રમણતા કરવા વડે સર્વ પાપનાશ કરવાનો અધિકારી બની પોતાની શુદ્ધ સિદ્ધાવસ્થા પ્રગટ કરે.
પઢમં હવઈ મંગલ : સર્વપાપથી રહિત પરમ મંગલ સર્વકર્મથી રહિત સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે.
આમ નમસ્કાર મહામંત્રરૂપ પ્રથમ આગમ (સૂત્ર)માં સમગ્ર દ્વાદશાંગી સમાયેલી છે અને તેને સમજવા અને આત્મસાત્ કરવા જ સૂત્ર, અર્થ અને તત્ત્વથી ભણવાનું છે અને ચારિત્ર વડે તેને તત્ત્વ સંવેદન આત્માના અનુભવરૂપ વેદન ધર્મધ્યાન રૂપ સાધના કરવાની છે.
આગમ ભણવા અને તેને તત્ત્વસંવેદન કરવારૂપ આત્મસાત કરવા દીક્ષા જરૂરી. રાજ્ય માન્ય ૧૪ વિદ્યાના પારગામી હરિભદ્ર બ્રાહ્મણ પંડિતનો અભિગ્રહ “હું જેની પાસે સૂત્રાદિ સાંભળું અને તેનો અર્થ મને ન આવડે અને તે મને સમજાવે તો મારે તેના શિષ્ય બનવું.” એકદા રાત્રિએ સાધ્વી ભગવંતના ઉપાશ્રયની બાજુમાંથી પસાર થયા. રાતના પ્રતિક્રમણ પછી સાધ્વી મહત્તરા “આવશ્યક નિર્યુક્તિ” આગમનું પુનરાવર્તન- સ્વાધ્યાય કરતા, ચક્કી દુર્ગ... ચક્કી..” ગાથા સાંભળી તેનો અર્થ કરવા ઊભા રહ્યા પણ તેનો અર્થ ન સમજી શક્યા. સાધ્વી પાસે ગયા. સાધ્વી ભગવંતે કહ્યું, આવશ્યક – આગમ તેનો અર્થ કહેવાનો અમારો અધિકાર નથી તે અમારા આચાર્ય ગુરુદેવ જ જણાવી શકે. તરત ગુરુ પાસે પહોંચ્યા, ગુરુ ભગવંતે કહ્યું “આ આગમ સૂત્ર તેનો અર્થ જાણવો હોય તો દીક્ષા લેવી પડે. જ્ઞાનની અગમ્ય ઝંખના, લીધેલી પ્રતિજ્ઞામાં અડગ-દીક્ષા માટે તૈયાર પછી સૂત્ર, અર્થ, યોગ્યતા જોઈ આપ્યા. આથી આગમ ભણવા – દીક્ષા ફરજીયાત. • આગમ ૩ પ્રકારઃ
આગમ ભણી, વિરતી પૂર્વક આચારના પાલન વડે આગમનો અર્થ આત્મામાં સ્થિર કરીને, તેનો અનુભવ કરી આત્માના સ્વભાવ – સ્વરૂપની પૂર્ણતા વડે, આત્માને આગમરૂપ (કેવલજ્ઞાન) પ્રગટાવવા વડે, આગમ સિદ્ધ કરવાનો છે. તીર્થકર આત્માગમ, ગણધરો અનંતર આગમ અને તેમના વડે રચાયેલા સૂત્ર ને ગ્રંથરૂપે આપણા સુધી આવ્યું તે પરંપરાગમ.
અજીવ તત્ત્વ | 181