________________
સ્વરૂપે રહેલા છે. સિદ્ધ સ્વરૂપ પ્રગટાવવાનો ઉપાય પણ પ્રથમ સ્વભાવની પૂર્ણતા કરવાનો છે અને તે કર્યા વિના સ્વરૂપની પૂર્ણતા થવાની નથી. પ્રથમ સમ્યક્ત પછી વીતરાગતા, પછી સર્વજ્ઞતા અને પછી સિદ્ધાવસ્થા. આમ ક્રમશઃ પ્રગટ થાય. આમ “નમો પદ સમ્યત્વની પૂર્ણતા માટે અરિહંતપદ સ્વભાવની (વીતરાગતા, સર્વજ્ઞતાની) પૂર્ણતા માટે અને સિદ્ધપદ (શુદ્ધઆત્મ) સ્વરૂપને પ્રગટાવવાના આલંબન ભૂત છે. • સંર્વાગ-
વિગ ઝોના કારણે? મોહના પરિણામથી આત્મા છૂટો ક્યારે થાય? પરના સંયોગોથી છૂટે ત્યારે કે છૂટવાનો ભાવ હોય ત્યારે. પરથી છૂટા થવાનો ભાવ ન થવો તે જ મોહનો પરિણામ છે. આ વાતને સમજાવા માટે જ છ દ્રવ્યની વાત મૂકવામાં આવી છે. સંયોગવિયોગ સ્વભાવ માત્ર પુદ્ગલમાં જ છે બાકી કોઈ દ્રવ્યમાં નથી. પણ પુલના સંયોગને કારણે તેનો સ્વભાવ આત્મામાં ભ્રમરૂપે પ્રગટ થયો છે. કારણ અનાદિથી આત્માને પુદ્ગલનો સંયોગ થયેલો છે. એક પરમાણુ બીજા સાથે જોડાય તે સંયોગ અને છૂટો પડે તે વિયોગ અને પુદ્ગલનો તે સ્વભાવ જ છે માટે તેમાં આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે. સંબંધો તૂટે નહીં પણ વધારે મજબૂત થાય તેવા જ તમારા પ્રયત્નો છે. સંસાર સ્વરૂપથી નહીં સમજાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે. મુનિપણામાં આવ્યા પછી પણ આ જ પ્રક્રિયા બનવાની છે.
આચાર્યપદ : આચાર્યપદ એ સ્વભાવની પૂર્ણતાના ઉપાયભૂત – જ્ઞાનાદિ વ્યવહારથી પંચાચારના આચરવારૂપ અને નિશ્ચયથી પાંચ ગુણોમાં રમણતારૂપ સાધનાપદ છે.
ઉપાધ્યાયપદ : આગમરૂપ, પંચાચારનું સ્વરૂપ આગમમાં જ હોવાથી તે આગમને સ્વયં ઉપયોગરૂપ પઠન કરવા રૂપ અને યોગ્યને તેના પાઠન કરાવવા રૂપ આત્મ સ્થિરતા કરવા રૂપ ધ્યાન પ્રધાન સાધના પદ છે અથવા વિનયપદ.
સાધુપદ: આગમનો અધિકારી સર્વ સંયોગોના ત્યાગપૂર્વક જે બાહ્ય અત્યંતર પરિગ્રહ (ગ્રંથિ રાગ-દ્રષ)થી સર્વથા મુક્ત થવા ઈચ્છે છે તેવા નિગ્રંથ – સર્વજ્ઞ તત્ત્વ વડે જગતનો નિર્ણય કરી અને આત્મ સ્વભાવમાં જ રમણતા કરવાનો જેને રુચિપૂર્વક દઢ નિરધાર છે તેવો જ અણગાર – ભિક્ષુક વિનયપદની યોગ્યતા વડે આગમ ભણવાનો અધિકારી બની, આગમ વડે આત્મા અને જગતને જાણી,
180 | નવ તત્ત્વ