________________
નમસ્કાર મહામંત્ર દ્વાદશાંગી રૂપ અને ‘નમો’ પદ તેનું પ્રવેશ દ્વારા જિનપ્રવચનરૂપ સમગ્ર દ્વાદશાંગી (આગમ) નમસ્કાર મહામંત્રમાં સમાયેલી છે અર્થાત્ નમસ્કાર મહામંત્રનો વિસ્તાર જ દ્વાદશાંગી છે. આથી નમસ્કાર મહામંત્રરૂપ પ્રથમ સૂત્રને જ સમજવા-પરિણમવા જ દ્વાદશાંગી સુધી ભણવાનું છે. આથી નમસ્કાર મહામંત્ર એ દ્વાદશાંગીનો પ્રવેશ દ્વાર છે. તેમાં “નમો પદ જિનશાસનમાં પ્રવેશવાનું મુખ્ય પ્રવેશદ્વાર છે.
માત્ર નમો પદનો જો તત્ત્વથી સ્વીકાર થાય તો પણ તે ધ્યાનનો અધિકારી બની જાય. મંદિરમાં (ધર્મ સ્થાનમાં-ઉપાશ્રય-ગુરુના અવગ્રહમાં) પ્રવેશવું હોય તો પ્રથમ નિશીહિ' બોલવી પડે. ધર્મના સ્થાનમાં જઈ માત્ર ધર્મ જ કરવાનો છે, તે સિવાય બધી બાબતો માટે નિષેધ સૂચવતું નિશીહિ વચન છે.
જિનની સમગ્ર આજ્ઞા બે સ્વરૂપે છે. “નિષેધાત્મક અને વિધેયાત્મક”. પ્રથમ નિષેધાત્મક શા માટે? અનાદિકાળથી નિગોદથી જ) જીવ પોતાના સહજ સ્વભાવ ધર્મરૂપજિનાજ્ઞાનું પાલન કરવાનું છે તે કરતો નથી પણ તેનાથી વિપર્યાસરૂપ વિભાવ સ્વભાવરૂપ કાર્ય કરે છે તેથી તે પ્રથમ બંધ કરવા નિષેધાત્મક જિનાજ્ઞા આવી.
मन्ह जिणाणमाणं, मिच्छं परिहरह, घरह सम्मत्तं। તું જિનની આજ્ઞા માન. આત્મહિતરૂપી આરાધનાની શરૂઆત જિનની આજ્ઞા માનવાથી થાય. જેજિનાજ્ઞા સંપૂર્ણ માને તે જજિનાજ્ઞા પાલનના ધર્મના અધિકારી બને. જે જિનાજ્ઞા સંપૂર્ણ માનતા નથી તે પાલનના પણ અધિકારી ન બને. જિનાજ્ઞાને માન્યા વિના જિનાજ્ઞાનું પાલન તે દ્રવ્યાજ્ઞાપાલન રૂપ જ થાય. તેનાથી નિર્જરા ન થાય. આથી પ્રથમ જિનની આજ્ઞા-મિષ્ઠ પરિહર અર્થાત્ મિથ્યાત્વનો ત્યાગ કરવાનું. ખોટાના ત્યાગ-સંપૂર્ણ સત્યના સ્વીકારરૂપ આજ્ઞા છે.
“ન” નથી “હું દેહ નથી.” અનાદિકાળથી સ્વાત્માને ભૂલી અને મિથ્યાત્વના ઉદયે દેહને જ આત્મા માન્યો છે તે મિથ્યાત્વનો ત્યાગ કરવાનો છે. “આભ બુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની”.
| (સુમતિનાથ ભગવાન સ્તવન-પૂ. આનંદઘનજી મહારાજ) અર્થાત્ આત્માની બુદ્ધિથી જ દેહનો સ્વીકાર કરી દેહ માટે જ જીવ આવ્યો છે. 178 | નવ તત્ત્વ