________________
શકે નહીં. બધાને જિન બનવું ફરજિયાત. તો જિનની આજ્ઞાથી જિન બનવું બહુ સરળ બને.
જિનની આજ્ઞા ઉપાદેય લાગે. જિનની આજ્ઞાથી જ મુક્તિ થશે આવી શ્રદ્ધા કદાચ આવી જાય પણ તેની સ્વની રુચિ આવવી દુષ્કર છે. અનંતાકાળમાં પરિભ્રમણ કરતા જિનશાસન, જિનાજ્ઞા મળી, સમજાણી, ઉપાદેય લાગી પણ તે આજ્ઞા બીજાને ઉપાદેય બનાવવા, મનાવવામાં, પડાવવામાં, જીવે વિશેષથી પ્રયત્નો કર્યા, તેમાં જ તેણે રસ દાખવ્યો. પણ સ્વને તેની રુચિ ન થઈ. જો પોતે રુચિપૂર્વક જિનઆજ્ઞા પાળી હોત તો તેનું ભવ પરિભ્રમણ ઊભું રહેત નહીં. આથી સ્વને તેની તીવ્ર રુચિ થવી તે અતિ મહત્વનું છે. જો તીવ્ર રુચિ પ્રગટ થઈ જાય તો જિનાજ્ઞા વિનાનું જીવન જીવવું પણ દુષ્કર બનશે. જિનશાસન પ્રવચનરૂપ તીર્થ છે:
ભવસમુદ્રમાંથી તરે તે તીર્થ અને તારે તે તીર્થ. જિનેશ્વર પરમાત્મા સ્વયં તીર્થરૂપ. સ્વયં તીન્નાણું-તારયાણં ભવસમુદ્ર તરનાર છે. વિષય- કષાયરૂપ જે ભાવસંસાર છે તેનાથી પૂર્ણ તરી ગયા છે અને તેથી જ તેઓ ભાવ સંસારમાંથી તરવાના ઉપાયરૂપ પ્રવચન-તીર્થની સ્થાપના કરી શકે છે તે પ્રવચનનો સ્વીકાર કરી તેમય પૂર્ણ જીવન જે જીવે તેને પણ ભવસમુદ્ર તરવામાં સહાયક બને છે. તીર્થકરના આત્મા ને ધર્મદશનાથી જ નામકર્મનો નાશ થાય, જે તે દેશના સાંભળી અને તે પ્રમાણે જીવન જીવે તેનો પણ ભવ નાશ પામે તેમાં શું આશ્ચર્ય?
આથી સંસાર તરવા જિનેશ્વર પરમાત્માની હાજરીમાં પ્રવચનરૂપ તીર્થ જ પ્રધાન છે અર્થાત્ પરમાત્મા જિનવાણી વડે જ અનેક ભવ્યાત્માઓને તારવામાં નિમિત્ત બને છે અને સ્વયં પણ પ્રવચન વડે તીર્થકર નામ ખપાવી દેહથી મુક્ત બને છે. જિનેશ્વર પરમાત્માની ગેરહાજરીમાં પણ જે કોઈ તરે તેમાં મોટા ભાગનો આત્માઓ જિન પ્રવચનની અવલંબને જ તરે. અન્ય લિંગે પણ મોક્ષ થાય પણ તેમને પણ જિનવચનમય થવુંજ પડે. ભવસમુદ્ર તરવાનું પ્રધાન સાધન જિનવચન (પ્રવચન) રૂપ જજિનાજ્ઞા છે. આત્મહિતનું પ્રધાન તેથી તે જ ઉપાદેય છે તેમ પ્રથમ લાગવું જોઈએ. જિન-પ્રવચન-સૂત્ર. પ્ર-વચન એટલે પ્રકૃષ્ટ વચન. સર્વડ સિવાય કોઈનું પણ વચન પૂર્ણ સત્ય શક્ય નથી. તેથી આત્મહિતની પૂર્ણતા માટે તેમનું જ વચન વિના વિકલ્પ ઉપાદેય બને.
અજીવ તત્ત્વ | 177