________________
• સંગમના વીસ ઉપસર્ગો વખતે પરમાત્મા નું ધ્યાન કરતા હતા?
પરમાત્માએ એ વખતે રુક્ષ પુદ્ગલને પકડયો હતો. પરમાત્માનો આત્મા હજી વીતરાગ બન્યો નથી. વીતરાગ બન્યા પછી વિશેષ ધ્યાનની જરૂર નથી. કેવલીઓ સહજ ધ્યાન અવસ્થામાં છે જ્યાં સુધી આત્મા મોહને આધીન છે ત્યાં સુધી વિશેષ ધ્યાનની જરૂર છે. મોહથી મુક્ત થયા પછી જરૂર નહીં. મોહનો પરિણામ પરને પકડવાના સ્વભાવવાળો છે. મોહના પરિણામના કારણે આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે પરિણામવાળો થઈ શકતો નથી. પરમાત્મા હજી સંપૂર્ણ મોહથી મુક્ત બન્યા નથી. પરમાત્મા જે દેહમાં રહેલા છે તેનાથી પૂર્ણ પર થઈ જવાની અવસ્થા હજી પરમાત્માને થઈ નથી. પોતાની શુદ્ધ અવસ્થા તેમને ધ્યાનમાં છે, પુદ્ગલમાં વિશેષ રસ-કસ પણ નથી. છતાં તે પરમાણુ કઈ રીતે ગતિ કરીને બંધ, ભેદ, સંસ્થાન વગેરે પરિણામોને પામી રહ્યા છે તેને નિહાળી રહ્યા છે અને પોતાનો મોહ તેમાં ભળે છે કે નહીં તેને જુએ છે. પરમાત્મા વીતરાગ ભાવે રહ્યા છે. મોહના પરિણામને તેમાં ભળવા દેતા નથી. આ સંવરની પ્રક્રિયા છે.
આત્મવીર્યને મોહમાં પરિણામ પામતાં અટકાવવું તેનું જ નામ ધ્યાન. મોહનો પરિણામ પુદ્ગલ સાથે ન ભળે એટલે મોહનો પરિણામ ખરી જશે, એ નિર્જરા થશે. સંવરના પરિણામ થયા વિના નિર્જરાના પરિણામની શક્યતા જ નથી. સંવર પછી જ સમતા આવે. સંવર-સમતા-નિર્જરા આ ક્રમ છે. પણ આપણે આ મહાઅનુષ્ઠાનો મળ્યા તેનો ઉપયોગ માત્ર પુણ્ય બાંધવા માટે જ કર્યો. આપણને તાત્કાલિક લાભ જ જુએ. આસ્તિક્ય આવે તો અનુકંપાને જગાડે, એ આગળ આગળના પરિણામને જગાડે. નિર્વેદ-સંવેગ-શમ. પચ્ચખ્ખાણ લઈ લીધા, વ્યવહારથી સંવર થઈ ગયો, વ્યવહારથી પાપ પ્રક્રિયાથી આત્મા અટકી ગયો પણ નિશ્ચયથી કાર્ય થયું નહીં અર્થાત્ બાહ્ય વાતાવરણ વગેરેમાં રાગાદિભાવથી ભળવાનું બંધ ન થયું, પુદ્ગલમાં પરિણમન થવાનું બંધ થવું જોઈએ. આમ ન થાય ત્યાં સુધી આત્મા આત્માના ઘરમાં આવી શકતો જ નથી, અને આત્માના પરિણામ વિનાના ધર્મને ધર્મરૂપે માની લેવું તે જ મિથ્યાત્વ છે. આપણને ઉપયોગ તો હોવો જ જોઈએ કે વ્યવહારથી કરું છું, અભ્યાસ પાડી રહ્યો છું, મારો ધર્મ અધૂરો છે વગેરે. પ્રભાવના લઈ લીધી. પ્રભાવના કોની કરી, વિધિની છે કે પરિણામની? આપણા આત્માને ઉત્કંઠિત કરવાનો છે. આત્માને છેતરવાનો નથી માટે વિકાસ નથી થઈ
અજીવ તત્વ | 171