________________
શકતો. પુદ્ગલના ભેદે આપણે સમતાનો ભેદ કરીએ છીએ. આથી ભેદરૂપ થવું એ પુદ્ગલ સ્વભાવ છે અને મારો સ્વભાવ આત્માના સમતારૂપે થવું એ છે. તેનો ઉપયોગ સતત પ્રવર્તમાન જોઈએ. પુદ્ગલના ખંડાદિ પાંચ ભેદ
(૧) ખંડભેદ : લોખંડ, પથ્થર, શેરડીના ગડેરી રૂપે ટુકડા, તથા કેરી, ચીભડાદિના, ચોક્કસ આકારરૂપે ટુકડા થતાં જોઈ જો રાગ ઉત્પન્ન થાય તો આત્માનો સમતા સ્વભાવ ભેદાય. તો સમતા ન ભેદાય તે માટે વિચારવું કે આ ખંડ ભેદથી વસ્તુના ટુકડા થતા જાય છે, તો શેયના જ્ઞાતા બનીને તે જોવાનું છે અને આત્માના અભેદ સ્વભાવે રહેવાનું છે બહારમાં થતા ભેદને જોઈ ત્યાં ઉદાસીન થઈને આત્મામાં રસવાળા બનીએ. પરના ભેદને ભેદ તરીકે સ્વીકારતા પોતાની સમતાનો ભેદ કર્યો.
(૨) પ્રતર ભેદ: પડની જેમ હોય દા.ત. મુંબઈનો હલવો કાગળ ઉપર ચોરસ ચોસલા, તેની ઉપર કાગળ, તેની ઉપર ચોસલા-એમ અમુક પુદ્ગલો એ રીતે જ પડની જેમ પરિણમે. એ એનો સ્વભાવ જ છે એમાં આશ્ચર્ય પામવાનું નથી. દા.ત. અબરખના પડે તે રીતે જ છૂટા પડે.
(૩) ચૂર્ણિકા ભેદ: ચૂરો થઈ જાય. દા.ત. લાડવો, માટીનું ઢેકું. એમાં ટુકડા કે પ્રતર ન થાય. લાડવાને જાઈને પરિણામ કેવા અને ચૂરાને જોઈને પરિણામ કેવા? કેસરીયા મુનિને લાડવાનો ચૂરો કરતાં કેવલજ્ઞાન પ્રગટયું. આ પણ પુદ્ગલનો જ સ્વભાવ છે પણ આત્મા પર એની કેવી કેવી અસરો ઉપજાવે, કોળિયો ખાતાં કેવલજ્ઞાન પ્રગટાવવાનું છે એની બદલે મોહને આધીન થઈને આપણે કેવલજ્ઞાનને દૂર કરી દઈએ છીએ. જો કે સંસારમાં જ નહીં પણ ધર્મની દરેક પ્રક્રિયામાં પણ આપણે આ ન કરીએ છીએ.
આપણને સમ્યગ્દર્શન છે તેની ખાત્રી શું? હું આત્મા દ્રવ્ય છું ને આ પુદ્ગલ જ છે. મારો પરિણામ એના પરિણામમાં ભળી જવાનો નથી ને તેમાં ઉદાસીન થવું એ મારું કાર્ય છે. મારે માત્ર શેયના જ્ઞાતા બનવાનું છે. આ પ્રમાણે જ્ઞાનની જાગૃતિ હોય તો સમ્યગ્રદર્શનની હાજરી ગણાય. આપણે ઊંઘતા હોઈએ તો મોહરાજા બરાબર આપણો કોળિયો કરી જાય. આપણે ઊંઘતા રહીશું તો એકેન્દ્રિય ભવો આપણી માટે તૈયાર જ છે.
172 | નવ તત્ત્વ