________________
છે. અનાદિકાળથી આત્મામાં અડ્ડો જમાવીને બેસી ગયો છે. જ્યાં સુધી આપણે આત્માને અરૂપી તરીકે નહીં સ્વીકારીએ ત્યાં સુધી મોહનો પરિણામ થવાનો. તે રૂપને પકડે છે અને આપણે પુદ્ગલના કારણે રૂપવાળા બન્યા છીએ. ધર્મની આરાધના કરતી વખતે મોહથી મુક્ત બનવાનું છે, પરમ આનંદની અનુભૂતિ તે વખતે આપણને થવી જ જોઈએ, પણ થતી નથી. કારણ મોહનો પરિણામ નીકળી જવો જોઈએ તે ન થયું. વ્યવહાર સ્વભાવને અનુરૂપ મૂકેલો છે. વર્ષો સુધી અન્ય સંન્યાસીઓ ગુફાઓમાં બેસીને પણ ન કરી શકે તેવી સાધનાઓ આપણને અહીં મળી, પણ આપણે શું કર્યું? વોસિરામિ આ શબ્દ પાંચમાં ગુણઠાણાનો છે, ૪થે ગુણઠાણે હેયના ત્યાગની રુચિ છે, પાંચમે રુચિ પ્રમાણે દેશથી ત્યાગ કરવાનો છે. તો જ પાંચમે આવે નહીં તો પાંચમે એ કહેવાશે નહીં. જેટલા અંશે મોહના સંબંધ નિમિત્તો અને મોહને છોડે તેટલા અંશે આત્માની ક્ષમતાગુણનો અનુભવ થાય.
આત્મા સ્વભાવે વીતરાગ અને સર્વજ્ઞ છે. નમુત્થણમાં બે વિશેષણ મૂક્યા છે. વીતરાગ બન્યા પછી જ આત્મા સર્વજ્ઞ બની શકે, મોહ જ્ઞાનની અશુદ્ધિનું કારણ છે. મોહનો સંપૂર્ણ નાશ થાય ત્યારે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. આત્મામાં રહેલી વીતરાગતાની અનુભૂતિની શરૂઆત અંશથી પમા ગુણઠાણે થાય. સામાયિક, પૌષધ વગેરે સુંદર અનુષ્ઠાનો વીતરાગતાનો અનુભવ કરવા માટે મૂકયા છે. પણ આ વ્યવહાર કરવામાં શરમ આવે છે આવો વ્યવહાર અહીં સિવાય ક્યાંય નથી. તીર્થોમાં જવાનું, બીજે ત્રીજે ભટકવાનું મન થાય છે પણ અહીં બહુમાન ભાવ નથી. આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. અનુભવ દ્વારા આત્મામાં તીવ્ર ઝંખના ઊભી થાય એટલે બીજી ઝંખનાઓ સહજ મટી જ જાય. સામાયિકાદિના વ્યવહાર કરીએ છીએ પણ સાક્ષાત્કાર થતો નથી કારણ બે ઘડી સુધી વોસિરાવી દેવાની વાત છે તેને આપણે વોસિરાવતા નથી. જો ખરેખર બે ઘડી માટે પણ આવું પરાક્રમ આપણે કરીએ તો સામાયિક પારવાનું મન ન થાય. એની બદલે આપણે ઘડીયાળના કાંટાને ટાંપીને બેસીએ છીએ કે ક્યારે સમય થાય ને ક્યારે સામાયિક પારું? આત્માને ટાંપીને બેસવાનુંન કર્યું. પુદ્ગલના પરિણામોને જોય રૂપે જાણવાના છે. તેમાં ઉદાસીનભાવે રહેવાનું છે. જો ન રહ્યા તો. આપણો આત્મા મોહના પરિણામવાળો બની જાય. રતિ-અરતિ, ગમો-અણગમો, હર્ષ-શોક એ બધા જ તત્ત્વો આપણને થયા કરે. 17 | નવ તત્ત્વ