________________
ત્યાં જિન બનીને જિનને ભજવા જવાનું છે. પરમાત્માના દર્શન કરવાનું મન થયું ને નિસીહી બોલ્યા ત્યારથી પાપ નાશ થવા લાગે. પાપ છોડે તેને ધર્મ કરવાનો અધિકાર છે બીજાને ધર્મ કરવાનો અધિકાર મળતો નથી અને તમારે પાપ છોડયા વિના ધર્મ કરવો છે. એક માત્ર નવકાર મહામંત્રને ગ્રહણ કરવો અને એનો પ્રભાવ પામવો છે તો તેની માટે શુદ્ધ ઉપયોગ સાથે ઉપધાન તપ-પૌષધ લેવાનો છે. બે ઘડી સામાયિક લેવા માટે પણ સાવદ્ય યોગના ત્યાગના પચ્ચખાણ કરવા પડે. નવકારશીના પચ્ચખાણ માટે પણ ૪ આહાર ત્યાગના પચ્ચખાણ કરવા જ પડે. નવકાર મહામંત્ર પૌષધ વિના મળે નહીં, તો જિનવાણી તો સમગ્ર આગમનો સાર છે એ તો વિરતી વિના સંભળાય જ કેમ? આથી જિનવાણી સાંભળવા માટે પણ કમસેકમ દેશવિરતીમાં-સામાયિકમાં આવવું જ પડે.
આત્મ પરિણામ સ્વ સાથે જોડાય ત્યારે આત્માનું હિત અને પર સાથે જોડાય ત્યારે તેનું અહિત થાય. જગતમાં ક્યાંય ન મળે તેવું તત્ત્વજ્ઞાન જૈનદર્શનમાં છે. આ રીતે આત્માનું સંપૂર્ણ સત્ય અન્ય કોઈપણ દર્શનકારો સમજ્યા જ નથી. આત્મામાં પીડાનું કે દુઃખનું કારણ માત્ર એટલું જ છે કે એ મોયુક્ત આત્મવીર્ય પરમાં પરિણમન ન પામવું. અનાદિકાળથી એ પર સંયોગમાં પરિણમન પામી રહ્યો છે અને તેથી સૌ પ્રથમ પરમાં સ્વપણાની જે ભ્રાંતિ થઈ છે તે દૂર થવી જોઈએ. પરથી પરકૃત સંબંધોથી છૂટા થવાનો ભાવ-રુચિ થવી જોઈએ અને પછી જો પરકૃત સંબંધો છોડે તો પીડા બંધ થાય. જ્યાં સુધી પરકૃત સંબંધો છોડશે નહીં ત્યાં સુધી વીર્ય પરમાં પરિણમન થશે અને તે નિમિત્તે કર્મબંધ અને તેના ઉદયની પીડા. આ ચક્કર ચાલ્યા કરશે. આ જે સત્ય છે તેને સર્વજ્ઞ સિવાય કોઈ પ્રરૂપી શક્યું નથી, તેથી તેનો સ્વીકાર બીજા કરી શક્યા નહીં. હવે જો આ સત્યને આપણે સ્વીકારી લઈએ તો જ આપણું ઠેકાણું પડે.
આત્માની અવસ્થામાં રૂપાંતરણ થાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય જેવા છે તેવા જ છે, તેમાં રૂપાંતર નથી. આત્મામાં ગુણની રૂપાંતર અવસ્થા તે જ પર્યાય કહેવાય છે. પર્યાય પરિવર્તનશીલ છે. પુદ્ગલમાં પણ રૂપાંતર અવસ્થા છે. આપણને પુદ્ગલનો સંયોગ તાદાભ્ય જેવો જ થઈ ગયો છે. ભિન્ન છે છતાં દૂધ પાણીમાં જેમ આપણને એકમેકતા લાગે છે તેમ આત્મા ને પુદ્ગલમાં પણ તે જ માન્યતા આપણામાં આવી ગઈ છે, માટે મોહરાજા બરાબર ફાવી ગયો
અજીવ તત્વ | 169