________________
आत्मतत्त्वानभिज्ञस्य न स्यादात्मन्यवस्तिथि : मुह्यत्यतः पृथक् कर्तुं स्वरूपं देहदेहिनो :॥२॥
(યોગ પ્રદીપ) જીવ-પુદ્ગલનાં ભેદજ્ઞાન વિના ધ્યાનમાં આત્મા મૂંઝાય.
જેને જીવ-અજીવ, આત્મા અને પુદ્ગલનું ભેદજ્ઞાન નથી તેઓ મૂંઝાશે કે હું શરીરમાં છું કે આત્મામાં? કે વાતાવરણમાં? જ્યાં સુધી સ્વ-પરના સ્વરૂપ વિજ્ઞાનની દઢતા ન આવે ત્યાં સુધી તે વિશિષ્ટરૂપે ધ્યાનમાં સ્થિરતા ન પામે. આથી પૂર્વે સ્વપરાગમી અને અનુભવ જ્ઞાનયુક્ત બનેલા ઋષિઓને જંગલ, ગુફા, સ્મશાન કે નદી કિનારે એકલા પણ ધ્યાન માટે અનુજ્ઞા મળતી. અનુભવ-જ્ઞાન કેન્દ્રિત થઈ ગયું હોય તો જ મકાનની બહાર જવાની રજા મળે. યોગ્યતા ન હોય તો આગમ ભણેલાને પણ રજા ન મળે.
સિંહ ગુફાવાસી મુનિને સિંહની ગુફામાં ચાર માસ રહેવાની રજા આપી પણ વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની રજા ન આપી. સ્થૂલિભદ્ર મુનિને વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની રજા આપી, પણ ૧૦ થી ૧૪ (ચાર પૂર્વ) - અર્થથી આપવાની ના પાડી. જિનશાસન યોગ્યતાની પ્રધાનતાવાળું છે. યોગ્યની ઉપેક્ષા નહીં અને અયોગ્યને ક્યાંય સ્થાન નહીં. ગજસુકુમાલ મુનિ ૯ પૂર્વ ન ભણેલા છતાં દીક્ષાના પ્રથમ દિવસે સ્મશાનમાં જવાની રજા આપી અને તેઓ ઉપસર્ગમાં ચલાયમાન ન થયા અને કેવલી બન્યા. સિંહગુફાવાસી માત્ર વેશ્યાના રૂપને જોઈને પતન પામ્યા. ગુરુ આજ્ઞાની વિરુદ્ધ હતાં.
જે આત્મામાં સ્વ-પરનું ભેદજ્ઞાન ન થાય, પરથી છૂટા થવાની અને સ્વમાં સ્થિરતા પામવાની રુચિની અને તે પ્રમાણે પુરુષાર્થ કરવાની યોગ્યતા ન હોય તે ધ્યાનનો અધિકારી નથી. જેમ જેમ આત્મામાં સર્વજ્ઞ કથિત તત્ત્વથી વસ્તુનો નિર્ણય થશે તેમ તેમ તેનામાં તત્વ પરિણામ પામી જશે. જો તત્ત્વજ્ઞાન વિરતિપૂર્વકનું થાય તો તે અનુભવ જ્ઞાનરૂપે થશે અર્થાત્ તત્ત્વ સંવેદનરૂપે થશે. અમે ગુણસ્થાનકે વિરતિના પરિણામ તાત્ત્વિકરૂપે આંશિક આવશે. ૬/૭મે ગુણસ્થાનકે પોતાના આત્માનું ગુણસંવેદન તે જ તત્ત્વસંવેદન-પોતાના આત્માના ગુણોનો રુચિપૂર્વક સ્વીકાર કરી લેવો. તત્ત્વ પ્રતિપત્તિ જ્ઞાન અને આત્માના સમતા (આનંદ) ગુણને અનુભવવા તે તત્ત્વ સંવેદન જ્ઞાન. આત્મામાં રહેલા ગુણો તે સ્વતત્ત્વ. આથી સ્વતત્ત્વરુચિ
160 | નવ તત્ત્વ