________________
સાધી લીધું. જીવના પ્રયત્ન વિના સહજ પરમાણુઓ ભેગા થાય અને પોતાની મેળે બંધાય તે કુદરતમાં ઘટનાઓ જે બને છે તેનું કારણ પરમાણુઓ જ્યારે વિષમ માત્રાએ ભેગા થાય ત્યારે તે સહજ બંધાય, એ જ પ્રક્રિયા આપણામાં પણ આવી. સામેવાળો માન-સન્માદિ કંઈક આપે કે સ્નેહ ભાવ બતાવે તો બંધાવાનું મન થાય છે પણ સામો જો વૈરાગી હોય તો ત્યાં બંધાવાનું મન થતું નથી. જે પોતાનામાં તૃમ તે બહાર નહીં જાય પણ જેને પોતાનામાં સંતોષ ન હોય તે જ પરમાં જાય, આ નિયમ છે. આપણા ગુણોમાં તૃપ્તિ ન થઈ માટે આપણે પુદ્ગલના ગુણોમાં ગયા. વિષમતા એ બંધાવાનું કામ કરે છે ને સમતા એ બંધને તોડવાનું કાર્ય કરે છે. માટે સમસ્વભાવમાં આવ્યા વિના આત્મા કદી નિર્જરા કરી શકવાનો જ નથી. વિસસા બંધના ૩ પ્રકાર છે. ૧) બંધન પ્રત્યયઃ બે કે વધારે પરમાણુ ભેગા થાય ત્યારે બંધાય તે કુદરતી
રીતે બંધ થાય છે. તે જીવના પ્રયત્ન વિના પ્રવૃત્તિ ચાલે છે. દા.ત.
મેઘધનુષ્યનું નિર્માણ. ૨) પાત્ર પ્રત્યય બંધ: શેરડીના રસને ઉકાળીને જેવા આકારમાં ઠારવામાં
આવે તેવો ઘાટ થઈ જાય છે. દા.ત. ગોળમાં. રસ તરીકે એમાં આપણને રસ ન આવ્યો પણ આકાર આવ્યો, તેમાં આપણને રસ પડયો વસ્તુ કરતા આકારની કિંમત આપણને વધારે છે. પુદ્ગલનો એ પ્રમાણે થઈ જવાનો સ્વભાવ હતોને આપણે એમાં લેવાઈ જઈએ, દષ્ટિમાં તરત ફરક પડી જાય. પ્રવાહીમાં એટલો રસ નથી પડતો પણ આકાર એ આકર્ષણનું કારણ બને. મોહનું કાર્ય રૂપ, આકારને પકડવાનું. તેથી આત્માને પોતાના નિરાકાર આત્મ સ્વરૂપનો ઉપયોગ નહીં હોય તો આત્માને છોડી મુલાકાર રૂપે
થવા પ્રવર્તમાન થશે. ૩) પરિણામ પ્રત્યય બંધ: કર્મોનો આત્મા સાથે બંધ થાય એટલે આત્માને
કર્મોનો બંધ વિગ્રહગતિમાં પણ ચાલુ છે. આત્મા પોતાના સ્વભાવમાં નથી, પુદ્ગલના સ્વભાવમાં છે માટે કર્મબંધ ચાલુ જ છે. મમતાના પરિણામને છોડતા નથી. મોક્ષમાં જતો આત્મા પોતાનું બધું સ્વેચ્છાએ છોડીને જાય, માટે તેને બંધ થતો નથી.
અજીવ તત્ત્વ | 141