________________
અરૂપી નિર્લેપ આત્માને બંધ શા માટે?
બંધ પરિણામ એ આત્માનો સ્વભાવ નથી તે છતાં આત્મામાં નિરંતર ૭ કર્મોને અને આયુષ્ય બંધાય ત્યારે ૮ કર્મોનો બંધ પડે. જે ઊર્ધ્વગતિ પરિણામ આત્માનો છે. તે પ્રમાણે આત્મા વર્તતો નથી ને પુદ્ગલની ગતિ પ્રમાણે વર્તે છે માટે બંધ આવ્યો. માટે જ હવે ૨૪ કલાક ઉપયોગ રહેવો જોઈએ કે મારો ઊર્ધ્વગતિનો સ્વભાવ છે અને મારે હવે સતત ઊર્ધ્વગતિ કરવાની છે માટે આત્મવીર્યને સતત મારા ગુણોમાં પ્રવર્તમાન કરવાનું છે. જો આ ન કરું તો મને સતત કર્મોનો બંધ ચાલુ રહે. માટે આત્મવીર્ય જો સ્વમાં ન પ્રવર્તે તો પરમાં પરિણામ પામશે કારણ એનો સ્વભાવ જ પરિણામ પામવાનો છે. પરની ઈચ્છા થાય ત્યારથી કર્મોને ગ્રહણ કરવાનો પરિણામ થવાનો શરૂ થઈ જ ગયો માટે ઈચ્છા કરતા વિચાર કરવાનો. બિનજરૂરી ઈચ્છાઓ શા માટે કરવાની? ઈચ્છા એ પાપનો આરંભ છે. ઈચ્છા કરવાનો જીવનો સ્વભાવ નથી ને ઈચ્છા કર્યા વગર આપણને ચાલતું નથી. ઈચ્છા કરવાનું બંધ કરો તો જીવતા થયા ને બીજાને જીવાડતા થયા, નહીં તો પોતે મરે અને બીજાને પણ મારતો થાય. કેવલી ભગવંતોને મોતનો સર્વથા અભાવ તેથી તેમને કોઈ સાથે રહેવાની કે કંઈ ગ્રહણાદિ કરવાની ઈચ્છા નથી તેથી તેમને મોહજન્ય કર્મબંધ થતો નથી. માત્ર ૧ સમયનો યોગ નિમિત્તે બંધ થાય છે જે રસ રહિત છે તેથી ટકતો નથી.
બંધના બે પ્રકાર: (અ) વિસસા (બ) પ્રયોગ અ) વિસસા: કુદરતી રીતે પુદ્ગલો બંધાઈ જાય ને છુટા પણ થઈ જાય તે વિસસા.
મેઘધનુષ્યની રચના જુદા જુદા રંગો-આકારમાં ગોઠવાઈ અને આપણે આ દષ્ય જોયું. આપણને ગમ્યું તો એમાં બંધાઈ ગયા ને કર્મોનો બંધ આત્મા પર થયો, એના સ્વભાવ પ્રમાણે આ થઈ ગયું. આપણે માત્ર એને જાણવાનું હતું, શેયના જ્ઞાતા બનવાનું હતું પણ આપણે એમાં માથું માર્યું, આપણને ગમ્યું તે પછી એની બીજામાં પ્રભાવના કરી. કુદરતમાં ઘટના ઘટી એ એનો સ્વભાવ એ એના સ્વભાવ પ્રમાણે વર્યા અને આપણે આપણા સ્વભાવમાં ન રહ્યા, સારા-નરસાનો પરિણામ થયો તો કર્મો બંધાયા. અગાસીમાં રહેલા હનુમાને વાદળોની લીલા જોઈ ને થોડીવારમાં એ વાદળો વિખેરાઈ ગયા. એમાંથી એમણે સાર લઈ લીધો, ને અનિત્ય ભાવના પર ચડી ગયાને આત્મહિતનું કાર્ય
140 | નવ તત્ત્વ