________________
સ્વભાવ છે, મરવું એ આપણો સ્વભાવ નથી છતાં જીવવાની ચિંતા નથી પણ મરવાની ચિંતા છે. મારે ગુણમય જીવવાનું છે એ વાતનું સતત સ્મરણ કરવાથી જીવ ગુણમાં જાગૃત રહે. પુદ્ગલનો સ્વભાવ સડન/ગલન, પડન/વિધ્વંસ છે અને જીવ વર્તમાનમાં પુદ્ગલના પનારે પડયો છે માટે એનો સ્વભાવ મરવાની ચિંતાવાળો બની ગયો છે.
જીવે જીવવું શું? જન્મ એ પાપ શા માટે?
ભાવ પ્રાણ રૂપે જીવન જીવવું એ જ જીવવું છે. આત્મા એ જીવ દ્રવ્ય છે, ભાવ પ્રાણ એ જીવન છે અને જ્ઞાનાદિ ગુણરૂપ ભાવ પ્રાણમય બની જવું એ જીવવું છે. પણ આપણે વર્તમાનમાં દ્રવ્ય પ્રાણથી જીવીએ છીએ ને દ્રવ્ય પ્રાણ માટે જીવીએ છીએ. આપણા જીવને ચલાવવા માટે આખા દિવસ દરમ્યાન કેટલાયે જીવોના બલિદાન લઈ રહ્યા છીએ. આ આપણો અન્ય જીવો પ્રત્યેનો અન્યાય છે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું કે જન્મ લેવો એ પાપ છે, જન્મ આપવો એ પાપ અને જેને જન્મ આપ્યો તેને ફરી જન્મ લેવો પડે અને અન્યના જન્મ-મરણના નિમિત્ત ન બને એવા સંસ્કાર જેણે ન આપ્યા તો એ મહાપાપ છે. આ સંસ્કાર અપાયા હોય તો તે ૮ વર્ષની ઉંમરે સર્વ વિરતી ગ્રહણ કરવા તૈયાર થાય. આત્મહિતમાં જેનો ઉપયોગ નહીં એના જેવો બીજો કોઈ પાપોદય નથી. જે જીવતો હોય ને જાગતો હોય તે જ બીજાને જીવાડે ને જાગ્રત રાખે, કારણ પ્રમાદ એ જ મૃત્યુ. પોતે પ્રમાદમાં પડે અને બીજાને પાડવામાં નિમિત્ત બને. માટે હું જીવ દ્રવ્ય છું અજીવ નથી એ સતત ઉપયોગ રહેવો જોઈએ. ૫૦,૦૦૦ હજાર કેવલીના ગુરુ સતત મોક્ષની અભિલાષાવાળા, સર્વજ્ઞ બનવાની અપૂર્વ ઝંખનાવાળા, ૪ જ્ઞાનના ધણી એવા ગૌતમ સ્વામીને પરમાત્માએ સમય ગોયમ મા પમાયએ કહ્યું. કારણ છદ્મસ્થ જીવને પ્રમાદ થતાં વાર ન લાગે, ઉપયોગ ખસતા વાર ન લાગે, માટે સતત જાગ્રત રહે તે માટે વારંવાર આ કહ્યું છે. દ્રવ્ય પ્રાણોની સહાય લઈને ભાવ પ્રાણો માટે જીવન જીવવાનું છે ને જે અવશ્ય જનાર છે તેવા દ્રવ્ય પ્રાણોની મમતા છોડી દેવાની છે. સીઝન આવે ત્યારે વાણિયો વેપાર બરાબર કરી લે તેમ આપણે પણ અત્યારે ધર્મનો વ્યાપાર બરાબર કરી લેવાનો છે. દ્રવ્ય પ્રાણને ટકાવાનો કે ટેકો આપવાનો ત્યાં જ સુધી કે જ્યાં સુધી એ ભાવપ્રાણોને સહાયક બનતા હોય, એટલું જ આપવાનું છે તે અર્થદંડ, અને તે સિવાયનું બધું જ અનર્થદંડ.
અજીવ તત્વ | 139