________________
સિદ્ધની આજ્ઞા-જીવ તું સત્તાએ સિદ્ધ છો માટે “જીવ તું સિદ્ધ થા.”
હું જીવ છું અજીવ નથી પણ વર્તમાનમાં અજીવમય બનેલો છું હવે માત્ર જીવમય બનવાનું છે એ જ મુખ્ય સાધના છે અને એ જ એની મુખ્ય સિદ્ધિ છે. સિદ્ધમાં પણ જીવ જ છે ને નિઃસંગ દશામાં રહેલા છે, માટે નવપદમાં હવે આપણને સિદ્ધપદ જ ગમવું જોઈએ. “નમો સયા સવ્વ સિદ્ધાણં” આ પદની અંદર સત્તાગત સિદ્ધપદનું સ્મરણ કરવા દ્વારા તેને સિદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાની પ્રક્રિયા મૂકેલી છે. એટલે સમગ્ર જીવરાશિને સિદ્ધ સ્વરૂપે અને પોતે પણ સિદ્ધ સ્વરૂપી જ છે એ પ્રમાણે સર્વજ્ઞ વચન માની અને એ પ્રમાણે સિદ્ધ થવાનો જ પ્રયત્ન કરે આ નિશ્ચય હોવો જોઈએ. સિદ્ધ સિવાય કાંઈ પણ બનવા જેવું નથી બધે જ પીડા છે. હું સિદ્ધ ન બને ત્યાં સુધી મારે પીડા ભોગવવાની અને બીજાને પણ પીડા આપવા જીવવાનું છે. સિદ્ધ આણંસિદ્ધની આજ્ઞા પણ સિદ્ધ બનવાની જ છે અને તે ભવ્યને લાગુ પડે છે, અભવ્યને લાગુ ન પડે. સિદ્ધપણું પ્રગટ કરવા જાતને અને સમગ્ર જીવરાશિને સિદ્ધપણે માનીને તે પ્રમાણે ઉચિત વ્યવહાર કરશે એટલે સિદ્ધપણું પ્રગટ થશે. જયાં સુધી આપણને આપણા ગુણો ગમતા નથી ને પુગલના ગુણનું આકર્ષણ છે ત્યાં સુધી સિદ્ધપણું પ્રગટ થવાનું નથી.
આપણને પુદ્ગલથી સુખ મળવાનું છે એની ભ્રાન્તિ થઈ ચૂકી છે. સ્વાત્માના ગુણોથી સુખ છે એ વાત માનવામાં આવતી નથી. પુગલનું આકર્ષણ છૂટે નહીં અને સ્વગુણોનું આકર્ષણ ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત પણ નહીં થાય. મોહના ઉદયે ભોગોમાં કદાચ આનંદ પણ આવે તે મોહનો ઉદય શાંત પડે પછી એને પશ્ચાતાપ થશે ને તો જે કાન્તા દષ્ટિમાં આવેલા આત્મા છે તે અપૂર્વ વૈરાગ્યદશાના બળે મનને શ્રુત જ્ઞાનની ધારામાં લગાવી દેશે ને કાયા દ્વારા ભોગ ભોગવતા પણ નિર્જરા કરશે. ગુણનો ઉઘાડ વધારે, ગુણોનો પક્ષપાત વધારે તેટલો મોહ પર કંટ્રોલ આવે. સર્વજ્ઞના વચન દ્વારા આત્મામાં અનંત સુખ પડેલું છે અને એને આત્મા ભોગવી શકે છે. આ નિર્ણય ન થયો ને તેના કારણે તેને રુચિનો પરિણામ સ્વગુણોમાં ન થયો માટે પરમાં જ એને સુખ લાગે છે માટે જ પ્રથમ શ્રદ્ધાની વાત મૂકી છે. સમતિ વિણ શ્રદ્ધા નહીં. આત્માને પોતાના ગુણ વૈભવનો નિર્ણય નથી માટે જ એ આત્મહિતનો નિર્ણય કરી શકતો નથી. આત્મા સ્વ કે પરની આત્મજયોતિને પકડી લે તો તેના રાગના પરિણામ નાશ પામી જાય પછી એને કોઈ દમન કે મિત્ર લાગે જ નહીં, પછી કોઈને આપણે પીડા આપવાની નથી.
142 | નવ તત્ત્વ