________________
છે, બંધ એ આત્માનો સ્વભાવ નથી, શેયના જ્ઞાતા બનવાનો આત્માનો સ્વભાવ પણ આત્મામાં પુદ્ગલ સંગે ગ્રહણ કરવાનો પરિણામ આવ્યો એટલે બંધ થયો. ગ્રહણ કરવાનો ભાવ આત્મામાં આવ્યો ત્યારથી નિરંતર કર્મોનો પ્રવાહ આત્મામાં આવવાનો ચાલુ થઈ જ ગયો. ભાવ ભલે એકાંતમાં કર્યો, કોઈ ન જાણે તે રીતે કર્યો તો પણ કર્મ સત્તાથી એ છટકી નહી શકે. આપણે ભલે જગતને છેતરીએ કે દેવ-ગુરુને છેતરીએ પણ આપણે આપણા સત્તાગત પ્રભુને કદી પણ છેતરી શકવાના નથી. જે પોતાને છેતરી જગતને છેતરવામાં પોતાની હોંશિયારી માને છે તેવા આત્માઓ જ વિઠ્ઠા થઈને જગતમાં ભટકી રહ્યાં છે, માટે પાપી રહેવું નથી, પાપી બનવું નથી તો આત્માને સમર્પિત થઈ, સરળ બનીને એકરાર કરી શુદ્ધ થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જેને પોતાના સત્તાગત પ્રભુ પર વહાલ આવી જાય કે મારો પ્રભુ નિરંજન, નિરાકાર, નિર્વિકાર, નિર્લેપ, નિર્વિચાર, નિર્મળ છે અને આવા મારો પ્રભુ વર્તમાનમાં કર્મોના બંધનમાં બંધાયેલા છે. આ નિર્ણય થઈ જશે પછી પરના સંયોગમાં રહેવું એના માટે દુષ્કર બની જશે. પછી એ હસતા હસતા બધું જ છોડવા તૈયાર થઈ જશે. કર્મોનો કર્તા હું છું જ નહીં તો હું કોનો કર્તા છું? હું મારા ગુણનો જ કર્તા છું તો હવે મારે મારા ગુણોના કર્તા બનવાનું છે, ગુણોના જ ભોકતા બનવાનું છે, પરના ભોક્તા નથી બનવાનું.
શ્રદ્ધા કોને કહેવાય?
પ્રતીતિને જગાવે તે શ્રદ્ધા. પ્રતીતિરુચિને જગાવે, રુચિઝંખનાને જગાવે, ઝંખના ચારિત્ર રૂપ પાલનને અને પાલન રમણતામાં પરિણમે તો જ સાચી શ્રદ્ધા કહેવાશે. ગુણ એને જ કહેવાય જે આગળના ગુણને લાવે. આપણી શ્રદ્ધા લૂલી, પાંગળી, માયકાંગલી છે માટે આગળનું કાર્ય થઈ શકતું નથી. માપતુષ જેવા મુનિ ભગવંતોને પણ શ્રદ્ધા મજબૂત હતી, સ્વીકાર અંતરમાં હતો માટે નિર્વિકલ્પ સાધનાની શરૂઆત થઈ ગઈ. ગુરુ આજ્ઞા તહત્તિ માટે કોઈ વિકલ્પ ન કર્યો તો તે તરી ગયા.
આત્માનો મોક્ષ યોગ અને સંસાર યોગ બને અનાદિના છે. મોક્ષ યોગ એ તાદાભ્ય સંબંધવાળો છે જ્યારે સંસારયોગ એ સંયોગ સંબંધવાળો છે સંયોગથી છૂટા પડી શકાય છે માટે કર્મોથી આત્માનો મોક્ષ થઈ શકે છે. મોક્ષ સાથે જે જોડે તે યોગ અને આપણે તો છોડવાની વાત કરીએ છીએ. આત્મા અનાદિથી જે પર પરિણામ રૂપે થયેલો છે તેનાથી છૂટવાનું છે. કારણ? એના કારણે જ પરનો સંબંધ આત્માને 134 | નવ તત્ત્વ