________________
સતત થઈ જ રહ્યો છે એટલે પરથી છૂટો થાય અને સ્વ પરિણામ સાથે જોડાણ કરે તે જ ધ્યાન. સ્વપરિણામ અર્થાત્ સ્વગુણો (જ્ઞાનાદિ), તેનાથી જોડાઈ જવું. જ્યાં સુધી જીવને સ્વ અને પરનો ભેદ ન પકડાય ત્યાં સુધી તે ધ્યાનનો અધિકારી બનતો નથી. આત્મા અને શરીર બંને ભેટ સ્વરૂપવાળા છે પણ વર્તમાનમાં એ અભેદભાવે બની ગયા એટલે ભેટવાળા છે એવું ભાન આવે ત્યારે જ અભેદનો સંબંધ છૂટે, તે વિના છૂટે નહીં. વર્તમાનમાં ભ્રમણાને કારણે આપણે આપણી સાથે જ ભેદ કરી રહ્યા છીએ એટલે સ્વને અનુભવતા નથી ને પરનો અનુભવ કરીએ છીએ. પણ જો સ્વભાવનો અનુભવ આત્મા અહીં કરતો થઈ જાય તો એનો મનુષ્ય ભવ સફળ. પરનો સંયોગ હોવા છતાં તેને પર તરીકે જાણે પણ રાગાદિ ભાવને અનુભવે નહીં તો આત્મા પરથી બંધાય નહીં. સ્વને જાણ્યા વિના પરને જાણે તો મોટો વાંધો છે. પરને જાણીને પરમાં ઉદાસીન ભાવ અને સ્વને જાણીને સ્વમાં અપૂર્વ પ્રેમ તો તે મોક્ષયોગ, અને એનાથી વિપરીત હોય તો તે સંસાર. અંદરના સંસારને છોડવા માટે બહારના સંસારને છોડવો એ વ્યવહાર પ્રક્રિયા છે. બહારના છોડીને આવ્યા ને નહીં આવીને અંદરનું છોડવાના પ્રયાસવાળા બનવાનું છે અને એને પણ છોડી દેવાનું છે, પણ જો એ ન થાય તો બહારનો રસ તો અનાદિનો પાયો જ છે તો એમાં જઈને ફરી સંસારનું સર્જન કરશે. પરથી છૂટા થવા માટે પરનું પૂર્ણ સ્વરૂપ જાણવું જરૂરી છે.
જીવ દ્રવ્યનો બાકીના બધા જ દ્રવ્યો સાથે સંબંધ છે માટે કોનાથી હિત ને કોનાથી અહિત આત્માનું થાય છે તે જાણવું પણ જરૂરી છે. આત્મા અરૂપી છે, અક્ષય છે, અગુરુલઘુ છે ને અવ્યાબાધ છે. તે જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ એવા જ સ્વરૂપવાળા છે અને એના દ્વારા આપણા આત્માનો નિર્ણય કરી શકાય છે. અરૂપી આકાશ છે તો આત્મા પણ અરૂપી છે. જેમ આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેના ખંડ થતા નથી તે જ રીતે આત્મા પણ અખંડ છે, અક્ષય છે. અન્ય દર્શન આત્માને જલચંદ્રવત્ માને છે. મિથ્યાત્વને કારણે એક જ આત્માના અન્ય પ્રતિબિંબ છે એમ માને છે જેમ પાણીમાં ચંદ્રના અનેક પ્રતિબિંબ પડે છે તેમ સર્વનો આત્મા એક છે પણ તેના જ જુદા જુદા પ્રતિબિંબ રૂપે બધા આત્માઓ છે અર્થાત્ એક આત્માને સર્વ વ્યાપક માને છે.
જૈન દર્શનની માન્યતા મુજબ સ્વરૂપથી સત્તાએ બધા આત્મા સમાન છે પણ સંખ્યાથી તે અનંતા છે અને વ્યકિગત રૂપે કર્મથી બધા જુદા પડે છે. આકાશ લોકાલોક
અજીવ તત્ત્વ 135