________________
કેવલીના આત્માને પણ અઘાતી કર્મોના ઉદયના કારણે ૧ સમયનો સાતાનો બંધ પડે છે. આત્મા અરૂપી છે ને પુદ્ગલ રૂપી છે. બે વિરુદ્ધ પ્રકૃતિ છે ત્યાં સુધી આત્માને પીડા છે માટે સાતા વેદનીય બંધાય છે. પરમાત્માને મોહ નાશ થવાના કારણે દેહમાં રહેવાનો પરિણામ નથી માટે આયુષ્ય કર્મ ન બંધાય, કેવલિનો આત્મા પોતાને અરૂપી પણે જ સ્વીકારતા નામ કર્મ ન બંધાય અને બધા પ્રત્યે સમાન પરિણામ છે માટે ગોત્ર કર્મ પણ ન બંધાય અને માત્ર ૧ સમયનો સાતાનો બંધ થાય કારણ યોગ રૂપ સંયોગમાં આત્મવીર્ય પ્રવર્તે છે. આત્માનો ગુણ તો સાતા અસાતા નહીં પણ અવ્યાબાધ છે. જ્યારે શરીરથી સંપૂર્ણ છૂટી જશે ત્યારે જ એ પ્રગટ થશે. શરીરથી છૂટી જવાની રુચિ જો પ્રગટ થઈ જાય તો પછી શરીર સાથે નહીં રહે, કારણ રુચિ અનુયાયી વીર્ય.
મૂળમાં આપણને આપણા આત્મા પ્રત્યે પ્રેમ જાગ્યે નથી માટે જ બધા બહાના ચાલે છે પણ જ્યારે આત્માનો પ્રેમ પ્રગટ થઈ જશે પછી આત્મા ક્ષણનો પણ સ્વ સ્વભાવમય થવા રૂપ આત્મહિતમાં વિલંબ નહીં કરે અને તેને નડતર પણ નહીં થાય. આત્માના અને પુદ્ગલના પરિણામને બરાબર પકડીને સમજવા પડે. આત્માનું પુદ્ગલ સાથે જોડવું એ ભાવ સંસાર અને એનાથી છૂટવું તે જ ધર્મ (મોક્ષ). દ્રવ્યથી ત્યાગ હોય પણ ભાવથી ત્યાગ ન હોય તો જેમ ભવદેવે દીક્ષા લીધી પણ નાગિલાનો મોહ ન છૂટ્યો માટે ચારિત્ર મોહનીય અને અંતરાય કર્મ બંધાયું, વ્યવહારથી નાગિલાનો ત્યાગ હોવા છતાં ભાવ ઉભો છે, ભાવ છૂટ્યો નથી માટે અંતરાય બંધાયા. ૧૨ વર્ષ સુધી, નિકાચિત ચારિત્ર મોહનીય કર્મ સાધુ વેશમાં જ બંધાયું તે તોડવા શિવભૂતિના ભવમાં ૧૨ વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરીને પારણે આયંબિલ અને એ પણ નિર્દોષ ત્યારે અનુબંધ તૂટ્યા. વિલંબ થયો પણ અંતે કાર્ય થયું.
પરમાતમ પરમેશ્વર, વસ્તગતે તે અલિપ્ત હોમિત; દ્રવ્યદ્રવ્ય મિલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્તાારા
શુદ્ધસ્વરૂપ સત્તાતણો નિર્મલ જે નિઃસંગ હોમિત્ત, આત્મવિભૂતિ પરિણમ્યો, ન કરે તે પરસંગ હોમિત્તારૂા.
(અભિનંદન ભગવાનનું સ્તવન પૂ. દેવચંદ્ર વિ.મ.) શુદ્ધ આત્મ દ્રવ્યનું સ્વરૂપ નિર્મળ, નિર્લેપ અને સર્વ સંગથી રહિત છે અને આત્મા આ ગુણોમાં જ પરિણામના સ્વભાવવાળો હોવાથી તે બીજા કોઈ દ્રવ્યનો
અજીવ તત્વ | 129