________________
સંગ કરતો નથી અર્થાત્ કોઈને ગ્રહણ કરતો નથી અર્થાત્ એક દ્રવ્ય - બીજા દ્રવ્ય સાથે મળતા નથી, બંધાતા નથી કે બીજા દ્રવ્યમાં વ્યાપી જતા નથી. આથી આત્મા દ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય સાથે બંધાતુ નથી. આમ છતાં અનાદિથી આત્મા પુદ્ગલના સંયોગ સંબંધથી બંધાયેલો છે તેથી હાલ આત્માને પોતાના આત્મ દ્રવ્યના સ્વરૂપ અને સ્વભાવનું ભાન નથી અર્થાત્ જેને સ્વ પરનું ભેદ જ્ઞાન નથી તેઓને પુદ્ગલનો બંધ થાય છે. આથી એ દ્રવ્યનું જ્ઞાન જરૂરી. દરેક દ્રવ્યનો સ્વભાવ શું છે? સ્વદ્રવ્ય સાથે તેને શું સંબંધ છે? વગેરે વિચારી સ્વનો પ્રતીતિરૂપ નિર્ણય જરૂરી. અનાદિથી મિથ્યાત્વના ઉદયે શરીરાદિમાં સ્વ તરીકેની ભ્રાંતિ થઈ છે તેથી પરમાં સહજ આત્મા પરિણમે છે. તેમાંથી તેને રોકી સ્વમાં પરિણમાવાનો પુરુષાર્થ કરવાનો છે અર્થાત્ પરના કર્તા બનેલા આત્માને સ્વના કર્તા બનાવવાનો છે અને તે માટે સ્વ અને પરનું જ્ઞાન જરૂરી છે.
(૨) બંધ પરિણામ: એકનું બીજા સાથે એકમેક થવું તે બંધ. આત્માનો સ્વભાવ અરૂપી છે માટે એ નિર્લેપ જ હોય, માટે તે લેપાય નહી એટલે સાથે રહે છતાં પણ જોડાય નહીં. પુદ્ગલમાં રૂપ આકાર છે. જ્યાં જ્યાં રૂપ ત્યાં ત્યાં પુદ્ગલ જ છે આ જગતમાં આપણા મનોરંજનનું કારણ શું? રૂપ ને આકાર. જ્યાં પુદ્ગલ હોય ત્યાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અવશ્ય હોય, એ પુદ્ગલનું લક્ષણ છે. જોડવાનો સ્વભાવ કોના કારણે છે? ગ્રહણ ને ધારણ બે પરિણામના કારણે. જ્યારે સ્કંધ રૂપે બનેલો હોય ત્યારે ગ્રહણ અને ધારણ એ બે પરિણામ ચાલુ હોય છે. પુદ્ગલનો અંતિમ વિભાગ એ પરમાણુ છે. કેવલી પણ જેના બે ભાગ ન કરી શકે, તે ચક્ષુ કે યંત્રોના વિષય બનતા નથી, તેને માત્ર વિશિષ્ટ જ્ઞાની જ જોઈ શકે છે. એ ઈન્દ્રિયોનો પણ વિષય બની શકતા નથી, સ્થૂલ અણુને જે બાદર સ્કંધ રૂપે હોય તેને જ વિજ્ઞાન પકડી શકે છે, અંતિમ પરમાણુને તો એ પણ કદી નહીં પકડી શકે. પરમાણુને માત્ર વિશિષ્ટ જ્ઞાની જ જાણી શકે. એક પરમાણુમાં ૧ વર્ણ, ૧ ગંધ, ર સ્પર્શ-સ્નિગ્ધશીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રુક્ષ-શીત, રુક્ષ-ઉષ્ણ આ ચાર જોડામાંથી કોઈ બે જોડાથી થાય. પરસ્પર જોડવાનું અને બંધાવવાનું કાર્ય તે સ્પર્શ અને રસને કારણે થાય છે અને એ પણ વિરુદ્ધ સ્પર્શ હોય ત્યારે બંધાય છે તેના વિના નહીં. લગ્નની પ્રથા પણ વિજાતીયમાં જ આવી. સ્ત્રી ને પુરુષ પરસ્પર સ્નેહથી બંધાય છે ને તેને બંધાવાનું 130 નવ તત્ત્વ