________________
નિશ્ચય થઈ જાય તો સંયોગ સંબધથી દૂધ-પાણીના જેમ એકમેક થઈ ગયા છે છતાં બન્ને દ્રવ્યો સ્વભાવથી અને સ્વરૂપથી ભિન્ન છે. આ નિશ્ચય થઈ જાય તો આત્મા પુદ્ગલ સ્વભાવમય બનતા અટકી શકે અને આત્મા પોતાની પૂર્ણ મસ્તીમાં રહી શકે. ખાત્રી આ થઈ જાય ને રુચિ આવી જાય તો પુરુષાર્થ કરવામાં આત્મા કાંઈ કચાશ નહીં રાખે.
શ્રદ્ધાથી સાહસ અને સાહસથી સિદ્ધિ. ખાત્રીપૂર્વકની શ્રદ્ધા થાય તે જ સાહસ કરી શકે. રત્નો મેળવવા મરજીવા બનવું જ પડે. જિનવચન એ જ તત્ત્વ છે એ ખાત્રી પ્રતીતિના સ્તર પર આવી જાય પછી આત્માના ઉપયોગમાં રહેવાનો વિશેષથી ઉપયોગદઢ કરે. સાધુ-સાધ્વી વિહાર કરે ત્યારે તેઓ જયણાના ઉપયોગમાં હોય તો જીવદયાના શુદ્ધ સ્વ-પરના પરિણામમાં રમતા હોય તો નિર્જરા થાય જ. બોલતા મુહપતિનો ઉપયોગ, મૌનમાં જ રહે તે સંવરભાવ છે. પણ જો વાતાવરણની અસરમાં કે શરીર સાથે રહે અને ક્યારે રસ્તો પૂરો થાય તેવા વિકલ્પોમાં રહે તો કર્મબંધ કરે. જિનાજ્ઞાના ઉપયોગમાં રમવું એટલે જ જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપયોગરૂપ સ્વભાવમાં રહેવું. ઊર્ધ્વગતિમાં કર્મ બંધ ન થાય. • મનુષ્ય લબ્ધથી કયાં સુધી ગતિ કરી શકેં??
પુદ્ગલના દસ પરિણામ અને પુદ્ગલ અને જીવના પણ દસ પરિણામ એ બે મિશ્ર થઈ ગયા છે, ને જીવના મૂળભૂત દશ પરિણામો તો પાછા અલગ જ છે. મનુષ્ય લબ્ધિથી મેરુની ચૂલિકા સુધી જઈ શકે તે તિચ્છ રુચક દ્વીપ સુધી જઈ શકે. અઢીદ્વીપની અંદરથી કોઈપણ ક્ષેત્ર કે સમુદ્રમાંથી ઊર્ધ્વગતિ કરી શકે પણ અઢીદ્વિીપની બહારથી ઊર્ધ્વગતિ નહીં કરી શકે. વિદ્યાધર મનુષ્યો, જંધાચારણ, વિદ્યાચારણ મુનિ અને આકાશગામીની વિદ્યાવાળો મનુષ્ય તેરમા રુચકદ્વીપ સુધી તિચ્છ જઈ શકે છે. અઢીદ્વીપની બહાર મનુષ્યના જન્મ-મરણ ન થાય. કર્મભૂમિમાં જન્મેલા જ મોક્ષે જાય. જન્મ-મરણના ફેરા પણ અઢીદ્વીપમાંથી જ કાયમ માટે ટળી શકે છે. વર્તમાનમાં દ્રવ્ય ગતિ આપણા હાથની વાત નથી પણ ભાવગતિથી
સ્વભાવગતિમાં ને ત્યાંથી સ્વરૂપગતિમાં જવાનું છે. ભાવથી સ્વભાવની પૂર્ણતા થાય અને સ્વભાવથી સ્વરૂપની પૂર્ણતા કરવાની છે. હવે મારા ગુણો જ મારે અનુભવવા એ ભાવ, અને તે માટે સર્વજ્ઞ કથિત ઉપાય રૂપ પ્રયત્ન કરવા તે ભાવથી ઊર્ધ્વ ગતિ છે.
અજીવ તત્ત્વ 127