________________
અને તેનાથી આત્મા છૂટી જાય ત્યારે તે મોક્ષયોગ. પુદ્ગલ સાથે જોડાવાના કારણે આપણે આપણા સ્વભાવને ભૂલી ગયા છીએ.
પર સંયોગી જ્યાં લગી આત્મા ત્યાં સુધી સંસારી કહેવાય એટલે શરીર સાથે, કર્મ સાથે રહેલા તમામ આત્માઓ સંસારી કહેવાય. તેને સિદ્ધ નથી કહેવાતા. પછી તે તીર્થકરનો આત્મા હોય કે પછી કેવલીનો આત્મા હોય બધા જ સંસારી કહેવાય. આત્માઓ પોતાના સ્વભાવ ને સ્વરૂપ પ્રમાણે ન વર્તે તે જ સંસારી. કેવલીના આત્માઓ સ્વભાવ પ્રમાણે પૂર્ણ વર્તે છે છતાં સ્વરૂપ પૂર્ણ પ્રગટ નથી. કારણ અનંત વીર્યનો ઉપયોગ તે પોતાના ગુણોમાં તો કરે જ છે પણ હજી મનવચન અને કાયાએ ત્રણ યોગમાં પણ વીર્યપ્રવર્તમાન થાય છે એટલે પુદ્ગલ ગ્રહણ કરવા પડે ને છોડવા પડે છે. આત્માની જે પ્રવૃત્તિ નથી પણ તે તેમને કરવી પડે છે માટે એમને પણ એક સમયનો બંધ થાય. પર (શરીર) નો સંબંધ ઉભો છે એનો વ્યવહાર હજી ઉભો છે માટે કર્મબંધ છે. જે કેવલી બન્યા છે, સંપૂર્ણ મોહથી મુક્ત બન્યા છે તેમને પણ કર્મસત્તા માફી આપતી નથી તો આપણી શું દશા? કર્મસત્તા કોઈને પણ છોડતી નથી. તે પૂર્ણ ન્યાયી સત્તા છે. બધા પર એનું ચાલે. તીર્થકરો અને કેવલીના આત્માઓ પર પણ હજી કર્મસત્તાની જોહુકમી ચાલે છે, કારણ એ પોતાનું પૂર્ણ કર્તવ્ય નથી કરતા માટે.
sએ દ્રવ્યો અપ્રવેશી છે:
૬એ દ્રવ્ય પોતાનું સ્વરૂપ ને પોતાના સ્વભાવને છોડીને બીજામાં પ્રવેશ કરતા નથી. અશુદ્ધ જીવ દ્રવ્ય સ્વ સ્વભાવ પ્રમાણે વર્તતો નથી એની માટે વ્યવહાર જિનઆજ્ઞા આવી. જે કેવલી બની ગયા તેમની માટે આજ્ઞા નથી. જે જીવો પરમાં પ્રવેશ કરી ચૂક્યા છે અર્થાત્ પુદ્ગલના સંયોગના કારણે આત્માના શુદ્ધ પરિણામો દબાઈને પુદ્ગલના પરિણામરૂપ થઈ ગયા છે તેઓ આત્મા પુદ્ગલના પરિણામોને પોતાના માનીને તે પ્રમાણે પરિણમવાના પ્રયત્નવાળા બને છે તો તેનાથી છૂટવા માટે કે વ્યવહારથી તેમને છોડવા માટે પંચાચાર રૂપ વ્યવહાર માર્ગ જ્ઞાનીઓએ મૂક્યો છે. નિશ્ચયથી તો કોઈ દ્રવ્યમાં કોઈ પ્રવેશી શકતા નથી એ સનાતન નિયમ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ત્રણે અરૂપી અખંડ સ્વરૂપે એક જ છે. કેવલી સિવાય એનો ભેદ કોઈ નહીં પાડી શકે. ત્રણે દ્રવ્ય સ્વભાવથી ભિન્ન છે. આત્મા ને પુદ્ગલ એકમેક બની ગયા છે છતાં સ્વભાવથી ભિન્ન જ છે. આ 126 | નવ તત્ત્વ