________________
છે, વીતરાગતા છે માટે ભયંકર અસાતાના ઉદયમાં પણ સમતામાં રહે છે અને તીર્થંકર પરમાત્માને પણ પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય છે, છતાં મોહ નથી, તેથી તેઓ પણ સમતામાં છે.
પર સંગ કરવાનું કારણ મોહનો ઉદય:
મોહ પીડા રૂપ લાગતો નથી, ગમે છે અને એના વિના ચાલતું નથી. મોહના ઉદયના કારણે જ જીવ પર સંગને ઈચ્છે છે. પણ વાસ્તવમાં સ્વભાવે તો એ નિઃસંગ છે. સંગ છોડે નહીં ત્યાં સુધી તે જંગલમાં જાય તો પણ હિત ન થાય. અસંગ અનુષ્ઠાનમાં જવા માટે પ્રીતિ, ભક્તિ ને વચન એ ત્રણ અનુષ્ઠાન એની ભૂમિકા તરીકે મૂકાયેલા છે. પ્રીતિનું ફળ ભક્તિ, ભક્તિનું ફળ વચન અને વચનનું ફળ અસંગ છે. મોહને ફેરવવા માટે પ્રથમના બે અનુષ્ઠાન મૂક્યા. આત્માના અનુભવ માટે વચનાનુષ્ઠાનરૂપ સામાયિક મૂક્યું. તેનું ફળ શું? સંસારથી બે ઘડી માટે અસંગ બની (અલિપ્ત બની) વીતરાગતાના અંશને અનુભવવો એ સામાયિકનું ફળ છે. વચન અનુષ્ઠાનરૂપ સામાયિક લીધું ને બે ઘડી માટે બધા સ્નેહીના સંગથી છૂટયા એનો આત્મામાં હાશકારો થાય તો તે વચન અનુષ્ઠાનરૂપ બને, પણ વર્તમાનમાં મોટા ભાગે આત્માનું લક્ષ ન હોવાના કારણે સામાયિક પારતા હાશકારો થાય છે. વચનાનુષ્ઠાનમાં રહેલા પણ શ્રાવક જો બે ઘડીમાં આત્માનો આંશિક અનુભવ કરે તો સાધુની તો વાત જ શું? એ પરમ આનંદમાં જ હોય. વ્યવહારથી બીજા સાધુ ભગવંતો સાથે રહ્યો હોય, ઉચિત વ્યવહાર પણ કરે પણ છતાં એ એની મસ્તીમાં જ મસ્ત હોય. પોતાના સ્વરૂપને પકડીને સ્વભાવમાં સ્થિર થઈ જવાનું છે અને એને માટે સામાયિક સૂત્રથી માંડીને ૧૪ માં પૂર્વ લોકબિંદુસાર સુધીનો સ્વાધ્યાય કરવાનો છે અને એના દ્વારા આત્માનો નિર્ણય કરવાનો છે ને એમાં સ્થિર થઈ જવાનું છે. સંગમના ર૦ ઉપસર્ગ વખતે પરમાત્માએ રુક્ષ પુદ્ગલનું ધ્યાન ધર્યું કારણ જે પુદ્ગલને છોડી દેવાનું છે એમાં જ હજી આત્મા રહ્યો છે અને સત્તામાં રાગ રહ્યો છે, હજી વીતરાગ થયા નથી. સત્તામાં રહેલા રાગને કાઢવાનો છે. રાગ પુદ્ગલ પર થાય છે તેથી પુદ્ગલનું ધ્યાન કરી આત્મા સાથે અભેદ અને પુદ્ગલ સાથે ભેદ કરવાનો છે.
ધર્માસ્તિકાયનું સ્વરૂપ કેવું છે?
સ્વયં ગતિ કરતું નથી પણ એનો સ્વભાવ બીજાને ગતિમાં સહાયક થવાનો 120 | નવ તત્ત્વ