________________
છે. આના પરથી પદાર્થ એ લેવાનો છે કે આપણે સ્વરૂપમાં સ્થિર થઈ જવાનું છે અને મોક્ષ માર્ગની સાધના કરવાની છે અને બીજાને પણ મોક્ષ માર્ગમાં જ સહાયક બનવાનું છે. સંસ્કાર, સંસ્કૃતિ, દેશ, સમાજ વગેરેની રક્ષા કરવાની વાત પણ સાધુએ આત્માને લક્ષમાં રાખીને મર્યાદામાં રહીને જ કરવાની છે. કારણ એણે તો સર્વ સાવદ્યયોગના ત્યાગના પચ્ચક્કખાણ કર્યા છે એથી એણે પ્રધાન આરાધના મોક્ષ માર્ગની કરવાની છે. એને છોડીને એ બીજામાં પડે તો પાપ જ બાંધે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ અરૂપી, અજીવ દ્રવ્ય અને અખંડ દ્રવ્ય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી છતાં ધર્માસ્તિકાય સ્વ સ્વરૂપને છોડયા વિના જીવ, પુદ્ગલને ગતિમાં સહાય કરે અને અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાય કરે જ્યારે જીવ દ્રવ્યનો સ્વભાવ સ્વ ગુણોમાં રમણતા કરવી અને સ્વ સ્વરૂપમાં સ્થિર થવું ને બીજાને સ્થિરતામાં મદદ કરવી તે છે. પણ આપણે તેમાં શું કરીએ છીએ? આત્માનો માત્ર ઊર્ધ્વગતિનો જ સ્વભાવ છે છતાં વર્તમાનમાં એ આડી અવળી બધી જ દિશામાં જાય છે. કોઈ દિશા નક્કી નથી. બધી દિશામાં ન જવા માટે જ્ઞાનીઓએ આપણા માટે દિલ્પરિમાણ વ્રત રૂપ વ્યવહાર મૂક્યો છે. એક સ્થાનથી બીજા સ્થાને જવું તે દ્રવ્યથી વ્યવહાર ગતિ છે. આત્માનું સ્વ જ્ઞાનાદિ સ્વભાવ પ્રમાણે વર્તવું તે ભાવથી ઊર્ધ્વગતિ છે. • આત્માની ઊર્ધ્વગતિ એટલે શું?
આત્મા અભિસંધિ વીર્યની મદદથી ગતિ કરે છે. આત્મવીર્યને જ્ઞાનગુણમાં, દર્શનગુણમાં, ચારિત્ર તપમાં પ્રવર્તમાન કરવું તે આત્માની ભાવથી ઊર્ધ્વગતિ છે, તે સ્વભાવગતિ છે. દ્રવ્ય ગતિને આત્મા પરિમિત કરી શકે છે પૂર્ણ નહીં રોકી શકે કારણ દેહાદિ સંયોગો અને એનો સદા માટે ત્યાગ નથી થયો. શ્રાવક દેશથી અને સાધુ સર્વ સંયોગોનો ત્યાગ કરવા વડે એ સર્વથી વિરતી કરી શકે. ધારણાનો વાસ્તવિક લાભ ક્યારે થાય? ઉપયોગ આવે કે મારો સ્વભાવ માત્ર ઊર્ધ્વગતિનો છે ને તે હું ક્યારે કરી શકું? કર્મ, કષાય ને કાયાનો સંપૂર્ણ ત્યાગ થાય ત્યારે મુક્ત થયો કહેવાય.
જ્યાં સુધી કર્મ, કષાય, અને કાયાથી સંપૂર્ણ મુક્ત ન થાય ત્યાં સુધી આત્માની સહજ ઊર્ધ્વગતિ થવાની નથી તો આશ્રવ ભાવમાંથી અટકાવવા માટે સાધુ-શ્રાવક માટે પણ પ્રયોજન વિના ગતિ કરવાનો નિષેધ છે. આથી મુનિએ સદા ઉત્સર્ગે
અજીવ તત્વ | 121