________________
અને કાયમી આત્મગુણ રમણતા ને ઊર્ધ્વગમન ગતિ પ્રગટ કરી તે લોકાન્ત સદા સ્થિરતારૂપ સિદ્ધ ગતિને પામી શકે. હજી આપણો આત્મા અઢીદ્વીપ સિદ્ધક્ષેત્રમાં પણ જે આર્યક્ષેત્ર-આર્યકુળ છે તેમાં પણ જિન બનવા રૂપ જિનકુળ અને જિનધર્મની પ્રાપ્તિ થવા છતાં સિદ્ધ થવાના પુરુષાર્થમાં સંપૂર્ણ રત થવાને બદલે પુદ્ગલ ગ્રહણ પરિગ્રહાદિમાં જ જીવનનો કિંમતી સમય પસાર કરે છે અને જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી ગતિ જન્ય કર્મ બંધ ચાલુ રહેશે. કારણ કે જ્યાં સુધી મોહની હાજરી ત્યાં સુધી આત્મા પોતાના શુદ્ધ સ્વભાવમાં નહીં, ત્યાં સુધી થતી મન-વચન કાયાની પ્રવૃત્તિ શુભ કે અશુભ રહેશે અને તે નિમિત્તે તેને બંધ પણ રહેશે. કેવલી પોતાના સ્વભાવમાં સંપૂર્ણ આવી જાય પછી તેની મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે છતાં ગતિકર્મનો બંધ ન પડે કારણ કે ભાવથી આત્મા પોતાના સ્વભાવમાં જ ગતિ કરે છે તેથી તેને ગતિ કર્મનો બંધ ન થાય.
સૌથી મોટો પ્રમાદ પોતાને પોતાની સત્તાગત્ સિદ્ધ અવસ્થાનું અને ઉદયગત અશુદ્ધ અવસ્થાનું ભાન ન હોય, પોતે કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? તે પણ તેને ભાન ન હોય.
પુદ્ગલભાવ નિમિત્તે જ આત્માને ચાર ગતિમાં લઈ જનાર ગતિ નામ કર્મબંધ બંધાય. આયુષ્ય એકવાર જ બંધાય અને ગતિનામ કર્મ ચારે ગતિનું બંધાય. જે જે ગતિમાં અધ્યવસાયવાળો જીવ બને તે તે ગતિ કર્મ બંધાય. આપણા કર્મના ઉદય વખતે જે તે ગતિ કર્મ પણ ઉદયમાં આવી જીવને તે ભવમાં લઈ જવામાં સહાયક બને.
આચારંગ શાસ્ત્રમાં પરમાત્મા મહાવીર દેવ ફરમાવે છે કે પસિં સંજ્ઞા નવફા મોટાભાગના જીવોને તે ભાન નથી કે પોતે કઈ દિશામાંથી આવ્યો ને કઈ દિશામાં જવાનો છે? જીવ ૧૮ દ્રવ્ય દિશા અને ૧૮ ભાવદિશામાં ભટકી રહ્યો છે.
૧૮દ્રવ્ય દિશાઃ • ૪ દિશા – પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ • ૪ વિદિશા - અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન • ૪ વિદિશા એના અંતરાની ૮ દિશા. • ઊર્ધ્વને અધો દિશા.
118 | નવ તત્ત્વ