________________
ભાવે? સંયમ લઈને એવું સંયમ પાળીશ કે વર્તમાનમાં મોક્ષની અનુભૂતિ થાય તેવી ભાવના ભાવે.
જેટલું આસ્તિય નિર્મળ તેટલા અનુકંપા, નિર્વેદ, સંવેગના પરિણામ નિર્મળ થતા જશે. મિથ્યાત્વ હટે તો જ સંસાર પ્રત્યે નિર્વેદ થાયતે વિના નિર્વેદાદિ પરિણામ નહીં થાય.
પરમાણુ એક સમયમાં લોકાંત સુધી ગતિ કરી શકે તેમ જીવ પણ એક સમયમાં લોકાંત સુધી ગતિ કરી શકે.
એક સ્થળેથી બીજે સ્થળે જવું તે ગતિ પરિણામ. એ બે રીતે – દ્રવ્યથી ને ભાવથી. પુદ્ગલ પણ એક સમયમાં લોકોને પહોંચી શકે છે માટે કર્મને વશ આત્મા લોકાંતે સ્થાવરકાય તરીકે ઉત્પન્ન થઈ શકે. તો એ કઈ રીતે રહી શકે? આત્માને પુદ્ગલ બન્ને ગતિ કરવાના સ્વભાવવાળા છે. વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે પરમાણુ ગતિ કરી શકે. પરમ અણુ એ પરમાણ. છેલ્લામાં છેલ્લો અંશ. બાદર ને સૂક્ષ્મ બે પ્રકારના પરમાણુ છે. સૂક્ષ્મ પરમાણુ અનંત ભેગા થાય તો પણ ચક્ષુનો વિષય નહીં બને, યંત્રોનો વિષય પણ નહીં બની શકે, માત્ર અવધિજ્ઞાનનો વિષય બની શકે. વિજ્ઞાને જે જોયું તે પરમાણુઓ સ્થૂલ છે અને તે બાદર પરિણામી છે. કર્મને કાર્પણ વિજ્ઞાન શોધી શક્યું નથી ને શોધી પણ નહીં શકે. કારણ અતિ સૂક્ષ્મ પરિણામીને યંત્ર ન પકડી શકે. વિજ્ઞાન કહે છે કે પરમાણુ એક સેકંડમાં ૬ અબજ વાર ટકરાયા કરે છે. હીરા જેવા ઠોસ પદાર્થની ગતિ કલાકે ૯૫૦ માઈલ છે અને ઈલેક્ટ્રોન દર સેંકડે ૧૩૦૦ માઈલ અને પ્રકાશના કિરણો ૧૮૦૦ માઈલની ગતિ કરે છે. સર્વજ્ઞ શાસ્ત્ર કહે છે, ૧ સમયમાં જીવ અને પરમાણુ લોકાંત સુધી પણ ગતિ કરી શકે.
જ્ઞાની ભગવંતોએ ૧ર ભાવનામાં સૌથી પ્રથમ અનિત્ય ભાવના મૂકી. આત્મા સિવાય કોઈ દ્રવ્ય નિત્ય નથી. હીરા-સોનું વગેરે પણ અનિત્ય છે. ગતિ પરિણામના કારણે પુદ્ગલનો પૂરણ ગલન સ્વભાવ આવ્યો. સંખ્યાત અસંખ્યાત કાળે એ સ્કંધો છૂટા પડી જાય. પરમ કિંમતી જે મનુષ્ય જીવન મળ્યું છે એને આપણે આવા અનિત્ય પદાર્થો પાછળ વેડફી રહ્યા છીએ અને પાછું એનું ભાન પણ નથી અને આત્માની પરમ સંપત્તિને પોતાની જાતે જ લૂંટાવી રહ્યા છીએ. જે જે આત્માએ આ જાણ્યું ત્યારથી તે આત્માએ પોતાનું આત્મવીર્ય આત્મા માટે ઉલ્લસિત કર્યું. આપણે પરમાં ઉલ્લસિત કરીએ છીએ. પુદ્ગલની ગતિ માટે કોઈ ચોક્કસ દિશા નથી, ગમે ત્યાં
116 | નવ તત્ત્વ