________________
જગતમાં જેટલા પરમાણુ ભૂતકાળમાં હતા તેટલા જ રહેવાના છે. તે પરિણામી હોવાના કારણે એની અવસ્થા-પર્યાયો બદલાય પણ નાશ ન થાય. પુદ્ગલ ગતિ કરવાના સ્વભાવવાળો છે તેમજ તેનામાં રહેલા વર્ણ, ગંધાદિ ગુણોના પર્યાયોની ઉત્પત્તિ-નાશ થાય. પરિવર્તન પામે તેથી તે અનિત્ય કહેવાય છે. શાશ્વત પ્રતિમાનો આકાર એવો ને એવો જ રહે છે પણ પરમાણુ બદલાઈ નેબીજા પરમાણુ તેવાને તેવાજ ગોઠવાળ જાય. પુદ્ગલની કોઈ નિયત ગતિ નથી જ્યારે આત્મા નિયત ગતિવાળો છે. એનો મૂળ સ્વભાવ માત્ર ઊર્ધ્વગતિ કરવાનો છે પણ અહીં આડી અવળી ગતિનું કારણ પણ પુદ્ગલ જ છે. પુદ્ગલના સંયોગના કારણે આત્માની ગતિ આડીઅવળી થઈ રહી છે. આપણને કયારેય પણ આ ઉપયોગ આવ્યો કે આ આડી અવળી ગતિ કરવાનો મારો સ્વભાવ નથી, તો હું ક્યાં ક્યાં રખડપટ્ટી કરી રહ્યો છું? તેનો ખેદ પરિણામ પણ કયારેય આવ્યો? ઉત્સર્ગે ગતિમાં નરકી શકે તો અપવાદે વિહાર કરવાનું વિધાન સાધુને મૂક્યું છે તો વિહાર વખતે ઉપયોગ આવવો જોઈએ કે સંયમની રક્ષા કે વૃદ્ધિ માટે વિચારવાનું છે. જ્યાં સુધી પૂર્ણ સ્વભાવ પ્રગટે નહીં અને પૂર્ણ શુદ્ધ સિદ્ધ સ્વરૂપ પ્રગટે નહીં ત્યાં સુધી અર્થાત્ સદા માટે ઊર્ધ્વગતિ ન થાય ત્યાં સુધી સંયમપૂર્વક વિચરવાનો વ્યવહાર મૂક્યો. પરમાત્માએ કહ્યું કે તું રોયનો જ્ઞાતા બનીને નિશ્ચયથી જિનાજ્ઞામય બનવા રૂપ તારી ઊર્ધ્વગતિ પ્રાપ્ત કર. આ આજ્ઞાનો જ વિચાર ન કર્યો માટે જીવની રખડપટ્ટી થઈ. પરિણામી જીવ મુd આ ગાથા ભેદજ્ઞાન માટેની છે અને આ આગમના અર્ક સમાન છે.
પરમાત્માની સમગ્ર દેશનાનો સાર શું આત્માનો જોડાવાનો સ્વભાવ ખરો પણ સ્વના ગુણો સાથે. પર દ્રવ્ય સાથે એનો જોડાવાનો સ્વભાવ નથી પણ વર્તમાનમાં એ પર સાથે જોડાયેલો છે અને એને હવે પરથી જુદા પડવાનું અને સ્વાત્મા સાથે જોડાવાનું છે. આત્માનું એ જ પરમ કર્તવ્ય છે અને એની માટે જ પરમાત્માએ ધર્મતીર્થની સ્થાપના કરી છે. આ વાત જો આપણા લક્ષમાં ન આવે તો આપણે એની વિરુદ્ધમાં જ કાર્ય કરીશું. ધર્મનું ફળ કહો, ધર્મનું કર્તવ્ય કહો તે એ જ છે કે આપણને આપણા સ્વભાવનો નિર્ણય થઈ જાય અને આત્મા તે મય બનવા તૈયાર થઈ જાય અને તે માટે જ જીવાદિ નવતત્ત્વની વાત આવી. પરમાત્માની સમગ્ર દેશનાનો સાર માત્ર એટલો જ છે કે પરપરિણત થયેલા આત્માએ સ્વપરિણત રૂપ થઈ જવું. 114 નવ તત્ત્વ