________________
એક પણ દ્રવ્યનો સ્વભાવ પોતાના સ્વભાવને છોડીને બીજામાં પ્રવેશી શકવાનો નથી. સંસાર શું છે? પોતાના સ્વભાવને છોડીને બીજાના સ્વભાવને પકડી લીધો છે એ જ સંસાર છે અને એ વાત નથી સમજાઈ તેથી મેરુ જેટલા ઓઘા થાય પણ આત્માનું કલ્યાણ થાય નહીં અને તેમાં નવાઈ પણ નહીં, આ એક વાત સમજાઈ જાય પછી એક જ ઓઘો આત્માનું કલ્યાણ કરવા માટે સમર્થ થશે. મહામંત્રથી એ ઓઘો મંત્રિત છે, નહીં તો મોહથી તો મંત્રિત થયેલ જ છે. પરમાત્માએ માર્ગ સંસાર વિસર્જન માટે મૂકયો છે પણ આપણે એના દ્વારા જ સંસારનું સર્જન કરી રહ્યા છીએ. ભવના વિસર્જન માટે પરમાત્માએ શાસનની સ્થાપના કરી છે. પરમાત્માએ સ્વભાવમાં આવવા માટે શાસન સ્થાપ્યું અને આપણે એને જ ભૂલીને માત્ર શુભ ભાવમાં જ અટવાયા કરીએ છીએ. જગત પર પરમાત્માનો ઉપકાર શું છે?
વીરજિણંદ જગત ઉપકારી, મિથ્યાઘામ નિવારીજી, દેશના અમૃત ઘારા વર્ષ, પરસ્પરિણતિ સવિ વારિજી.ના
(પૂ. ક્ષમાવિજય મ.સા.) જે મરણનો અંત લાવે તેવી અમૃત જેવી જિનેશ્વર પરમાત્માની વાણી છે. યોગી મહારાજે લખી લીધું કે અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દીયો ત્યજ, કયું કર દેહ ધરેંગે હવે દેહ ધરવાનો જ નહીં અર્થાત્ દેહમાં રહેવાની બુદ્ધિ ગઈ કારણ મિથ્યાત્વ ગયું.
આત્મા મિથ્યાત્વના ઉદયથી અહિતની રુચિવાળો બને છે અને મિથ્યાત્વના વિગમથી હિતની રુચિવાળો બને છે. મિથ્યાત્વને કારણે સ્વરૂપમાં ભ્રાન્તિ થાય છે તેના કારણે તેનું સાધ્ય સિદ્ધ થઈ શકતું નથી. સાધનાનું પ્રથમ પગથિયું સ્વરૂપનું જ્ઞાન છે. જ્ઞાનના ક્ષયોપશમથી સર્વજ્ઞએ કહેલી વાતનો ઉપયોગ આવે કે આત્મા નિરંજન નિરાકાર છે પણ એ ઉપયોગ શુદ્ધ થયો એમ ન કહેવાય, કારણ કે જ્યાં સુધી રુચિનો પરિણામ ન થાય ત્યાં સુધી સમ્યગદર્શન નથી, તેથી ઉપયોગ શુદ્ધિ ન કહેવાય. અભવ્ય આત્માને આત્મા શુદ્ધ નિરંજન નિરાકાર છે એ પ્રમાણે જ્ઞાન ઉપયોગ આવે છે માટે જગતને જણાવી શકે છે પણ તે પ્રમાણે રુચિ થતી નથી કારણ મિથ્યાત્વનો પરિણામ રહેલો છે તેથી આત્માને વર્તમાનમાં આત્માની જે કર્મકૃત શરીર અવસ્થા છે એમાં રહેવાની રુચિ તો ઉભી જ છે. આત્માની રુચિ ઉભી થાય તો અશુદ્ધ110 | નવ તત્ત્વ