SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા–ખિલસ્થાન ૯૩૮ | આવેલા) વેગાને રાકવાથી, અતિશય ગરમ અથવા ખૂબ તીખા અને સ્નિગ્ધ, રૂક્ષ અને અમ્લ-ખાટા પદાર્થોનું અતિશય વધુ સેવન કરવાથી, ફાણિત-અપક્વ શેલડીના રસ કે કાચા ગેાળની રાખ તથા બીજા શેલડીના વિકારાનું સેવન કરવાથી, વધુ કળથી ખાવા ની ટેવ પડવાથી, ભૂજેલાં ધાન્ય-ચણા-મમરા વગેરે ખાવાની ટેવ પાડવાથી, પુલાક–કૂરીયાં કે હલકાં ધાન્યોનું સેવન કર્યા કરવાથી, પૃથુકપૌ‘આના ચેવડા વગેરે ખાવાની ટેવ હાવાથી, તેમ જ એવા પદાર્થો ખાઈખાઈને દિવસે ઊંઘ્યા કરવાથી, ઘણીવાર સ્નાન તથા વધુ પ્રમાણમાં પાણીની અંદર પ્રવેશ ચાલુ રાખવાથી, ખારાક જમતી વેળા વચ્ચે વાર વાર પાણી પીધા કરવાથી અને જમ્યા ઉપર વાસી ખારાક ખાવાથી માણસના વાયુ વગેરે દોષો પ્રકાપ પામે છે અથવા તે વાયુ આદિમાંના કાઈ એક દોષ જ્યારે પ્રાપ પામે–વિકૃત બને છે, ત્યારે શરીરની અંદરના જઠરાગ્નિને તે મંદ બનાવે છે અથવા તે જઠરાગ્નિની પાચન કરવાની શક્તિને ઓછી કરી નાખે છે અને એ પ્રમાણે તે જઠરાગ્નિમાં માવ અથવા શક્તિની હીનતા પ્રાપ્ત થાય છે, છતાં પણ જે દુતિ માણસ ઉપર જણાવેલ અપથ્ય પદાર્થોનુ સેવન ચાલુ રાખ્યા કરે છે, તેનું જે ક'ઈ પણ ખાધેલુ કે પીધેલુ હાય તે બળી જઈ અપક્વ સ્થિતિમાં રહ્યા કરે છે અથવા અપવ ખારાકના રસરૂપે કાઠામાં પડી રહે છે અને પછી તે ખળી ગયેલા અપક્વ અન્નરસ, શુક્તપણાને એટલે કે ખાટા આથારૂપે કે કાંજીપણાને પામે છે; એમ થુક્તરૂપ કે કાચા आटा રસરૂપ થયેલ તે આહારના રસ આમાશયમાં જ્યારે રહ્યો હેાય ત્યારે તેને વિદ્વાનેા ‘ અમ્લપિત્ત ’રોગ કહે છે; એમ અતિશય અમ્લપિત્તરેાગ માણસને લાગુ થાય છે અને એ પ્રકારના તે રાગ ( જીભની ) લાલુપતાથી કે વધુ ખારાકેા સેવવામાં અતિશય લાલચુ હાવાથી અનિયતાત્મા કે અજિતેન્દ્રિય અથવા જેનુ' મન તથા ઇન્દ્રિયા પેાતાના કાબૂમાંનથી એવા માણસને તે અમ્લપિત્ત અનુસરે છેલાગુ રહે છે. ૩-૯ વિવરણ : માધવનિદાનમાં આ અમ્લપિત્ત રાગનું નિદાન તથા સંપ્રાપ્તિ દ્નબેંકમાં આમ કહેલ છે કે પેાતાનાં નિદાનેા કે મૂળ કારણેાના વધુ પડતા સેવનથી અતિશય વધી ગયેલુ પિત્ત પ્રાપ પામે છે–વિકારયુક્ત બને છે-વધુ ખાટું થઈ જાય છે, ત્યારે તે પિત્ત હરકેાઈ આહારાદિને વધુ પ્રમાણમાં અમ્લભાવ-ખટાશના રૂપે જ તૈયાર કરે છે; એમ તે પિત્તપ્રકૈાથી જ અમ્લપિત્ત રોગ ઉત્પન્ન થાય છે. અમ્લપિત્તને સ્પષ્ટ ઓળખાવતુ. દૃષ્ટાન્ત અવિજે યથા ક્ષીર પ્રક્ષિત વૃદ્ધિમાનને ક્ષિપ્રમેવાતામેતિ ીમાણં ચ ાતિ । લધાતો તથા વસ્તું મુર્ત્ત મુર્ત્ત વિદ્યુતે ॥ જેમ કાઈ દહીંનુ' વાસણુ, ખરાખર સુકાયું ન હોય ( પણ દી'ની ખટાશથી ભીનું હાય ), ત્યારે તેમાં જે દૂધ નાખવામાં આવે, તે તરત જ ખટાશપણાને પામે છે અને એકદમ કૂચારૂપે થઈ જાય છે;. તે જ પ્રમાણે કાઠામાં રહેલી રસ ધાતુ વિશેષ પ્રમાણમાં ખટાશને પામી હાય, ત્યારે તેમાં જે જે ખારાક પ્રાપ્ત થાય છે, તે તે બધાયે વિદાહ પામે છે એટલે કે ખળી જઈ અર્ધ પવ-કાચા આહારના રસરૂપે જ અની જાય છે. ૧૦,૧૧ અમ્લપિત્ત ક્યારે ના થાય? अव्यापन्ने त्वधिष्ठाने जाग्रतः स्वपतोऽपि वा । प्रेर्यमाणः समानेन प्रश्वासोच्छ्वासयोगतः ॥ १२ ॥ धम्यमान उदानेन सम्यक् पचति पाचकः । इत्युद्दिष्टं समुत्थानं, लिङ्गं वक्ष्याम्यतः परम् ॥१३ જ્યારે શારીરિક આશ્રયસ્થાન-કાઠે દુષ્ટ વધુ પ્રમાણમાં પિત્તના દૂષણ કે વિકારથી તે | આહાર-પાણીથી ખરાખ થયા ન હોય
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy