SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ ભૈષજ્ય-ઉપક્રમણીય-અધ્યાય ૩ જો ઇચ્છા કરી ત્યારે વક્તાઓમાં શ્રેષ્ઠ મહર્ષિ કશ્યપે ઔષધની ચિકિત્સાપદ્ધતિ યથા ચૈાગ્ય રીતે આમ કહેવા માંડી હતી. ૪-૧૫ કશ્યપના પ્રત્યુત્તર-વ્યાધિજ્ઞાન અતિ સૂક્ષ્મ છે. अयं हेतुरिदं लिङ्गमस्य चायमुपक्रमः । इति तावत् परं सूक्ष्मं व्याधिज्ञानं प्रचक्षते ॥ १६ આ અમુક રાગમાં આ હેતુ-નિદાન છે, આ લક્ષણ છે, અને અમુક આ તે તે રાગની ચિકિત્સા છે એ પ્રકારનું હરકેાઈ વ્યાધિનુ જ્ઞાન અતિ સૂક્ષ્મ છે એમ વૈદ્યો કહે છે. ૧૬ વ્યાધિજ્ઞાન કરતાં પણ ઔષધજ્ઞાન અતિશય સૂક્ષ્મ છે अस्मादप्यौषधज्ञानमाहुः सूक्ष्मतरं बुधाः । સનું તેઽમિધામિ હ્રાથૅનૈવ નિયોધ મે ॥ તે વ્યાધિજ્ઞાનના કરતાં પણ ઔષધેાનું જ્ઞાન અતિશય સૂક્ષ્મ છે એમ વિદ્વાના કહે છે; એ કારણે હું તમને તે ઔષધ સંબંધી જ્ઞાન સ`પૂર્ણ કહું છું, તે તમે મારી પાસેથી જાણેા-સાંભળેા. ૧૭ પથ્ય સેવનારને આરાગ્ય અને અપથ્ય સેવનારને રોગની પ્રાપ્તિ पथ्य सेविनमारोग्यं गुणेन भजते नरम् । अपथ्यसेविनं क्षिप्रं रोगः समभिमर्दति ॥ १८ ॥ જે માણસ પથ્થાનું સેવન કરવાના સ્વભાવ ધરાવતા હાય, તેને એ ( પથ્યસેવનના) ગુણુ દ્વારા આરાગ્ય રહ્યા કરે છે; પર`તુ જે માણસ અપધ્યેાનુ સેવન કરવાના સ્વભાવ ધરાવતા હાય, તે જલદી રાગ પણાને પામે છે. ૧૮ શારીર અને માનસ-એ રાગા स रोगो द्विविधश्वोक्तः शारीरो मानसस्तथा । आधयो मानसास्तत्र शारीरा व्याधयः स्मृताः ॥ raiserer याप्यश्च त्रिविधं रोगलक्षणम् । એ રાગને એ પ્રકારના કહ્યો છેઃ એક શારીર-શરીર સંબંધી રાગ હાય છે; અને ૭૬૧ 6 બીજો માનસ-મન સંખ`ધી રોગ હાય છે, તેમાંના માનસ રાગે આધિ' કહેવાય છે અને શરીર સ’બધી રાગે વ્યાધિ’ કહેવાય છે. વળી એ બેય પ્રકારના રાગાનાં સાધ્યું, અસાધ્ય તથા યાપ્ય-એમ ત્રણ પ્રકારનાં લક્ષણા કહ્યાં છે. ૧૯ વિવરણ : ચરકે સૂત્રસ્થાનના ૧ લા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યુ` છે કે, ‘શરીર સવસંગ = સ્થાયીનામાશ્રયો મતઃ '–શરીર તથા સત્ત્વ સંજ્ઞાવાળુ –મન—એ બેયને રાગેાના આશ્રય તરીકે માન્યાં છે. એકંદર કાઈ રાગ કેવળ શરીરના જ આશ્રય કરી થાય છે; જેમ કે કાઢ વગેરે રાગે શારીરાગ ગણાય છે અને તે જ પ્રમાણે જે કેવળ મનને જ આશ્રય કરી ઉત્પન્ન થાય છે, તે માનસરોગ કહેવાય છે; જેમ કે ઉન્માદ-ગાંડપણુ વગેરે. આમ ખેય પ્રકારના રોગામાં આપણુ સમજવું જ જોઈ એ કે શારીરરાગની અમુક અંશે મન ઉપર પણ અસર થાય છે અને તે જ પ્રમાણે માનસરેગની અમુક પ્રમાણમાં શરીરની ઉપર પણ અસર થાય જ છે. આ જ અભિપ્રાયથી ચરકે શરીર, મન તથા આત્મા–એ ત્રણેને આ સમગ્ર લેાકની સ્થિતિના આધાર કહેલ છે-એ ત્રણેને બધાયે લેાકના આધારસ્ત ંભ ગણેલ છે; એ ત્રણના સંયાગથી હરકેાઈ પ્રાણી સ્થિર ટકી શકે છે; એ ત્રણેમાંથી જે કાળે શરીર કે મનમાં કાઈ વિકાર થાય છે ત્યારથી શારીર તથા માનસિક રાગ થાય છે. આત્મા તે કેવળ નિર્વિકાર છે, તેથી તેમાં કાઈ વિકાર સ'ભવતા જ નથી. આથી જ ચરકે સૂત્રસ્થાનના ૧ લા અધ્યાયમાં આમ કહ્યું છે કે, ' નિર્વિકાર વલ્લ્લાના સવમૂતમુનેન્દ્રિય ચતન્યે કાળ નિયો ા પશ્યતિ હિ ક્રિયા: || ’-સર્વથી પર એવા આત્મા તેા નિવિકાર જ છે, છતાં તે આત્મા જ મન, પાંચ ભૂતા, તેએના શબ્દાદિ ગુણેા તથા ઇંદ્રિયાની સાથે સબંધ પામીને ( પ્રાણીમાં) ચેતનપણું પ્રાપ્ત કરવામાં કારણ થાય છે; તે છતાં તે આત્મા નિત્યઅવિનાશી તથા દ્રષ્ટા હોઈ તે (પ્રાણીની ) બધી ક્રિયાઓને અવશ્ય જોયા કરે જ છે. ૧૯
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy