SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા ૩૧ હાવું જોઈએ અને તેના જ ચડિયાતા ગુણ્ણાના મહિમાને લીધે એ ચરકની તથા સુશ્રુતની જ એ સંહિતાઓ લેાકમાં પ્રચાર પામેલી હેાવી જોઈએ, અને તેમના જ એ સમય હોવાના કારણે ભારતદેશની બહાર પણ પેાતાના પ્રકાશને ફેલાવા તે સહિતા કરતી હતી એમ જણાય છે. આજના સમયમાં વૈદ્યવર્ગોના હૃદયમાં પણ એ બન્ને સ ંહિતાએ ખરેખર સસ્વરૂપે રહેલી છે. સાતમી, આઠમી અને નવમી શતાબ્દીઓમાં પણ જ્યારે અરખ તથા પારસિક ( ( પર્શિયા ) દેશ પ્રગતિના માર્ગે હતા, ત્યારે ચરક તથા સુશ્રુત સહિતાના અરખી ભાષામાં તથા પારસિક દેશની ભાષામાં અનુવાદે પણુ કરાયા હતા; તેમાંની અરખી ભાષામાં ચરકને ‘ સરક’ નામે અને સુશ્રુત ‘ સરુદ’ એવા નામે પ્રસિદ્ધ છે. ‘અનૂસીના ’, ‘ અબૂરસી’ તથા ‘ અનૂસીરાવિ’નામઆરબ દેશના વૈદક ગ્રંથા હાલમાં જે લેટિન ભાષામાં અનુવાદ થયેલા મળે છે, તેમાં પણ ” ચરકનું નામ વારંવાર આવે છે. ‘આલખેરુની ’ નામને એક યાત્રાળુ જે સત્ર પર્યટન કરતા હતા તેના પુસ્તકાલયમાં પણ ચરકના અનુવાદ હતા, એમ પણ તેના અ ંગ્રેજી ભાષામાં થયેલા અનુવાદમાં મળી આવે છે. અલમનસૂર’ નામના એક પાશ્ચાત્ય માણસે પણ (ઈસવી સન ૭૫૩-૭૭૪ માં) ઘણા આયુર્વેદીય પ્રથાના, ચરકના સચિકિત્સાપ્રકરણને તેમજ સુશ્રુતના પણ અનુવાદ પણ (અંગ્રેજીમાં) કરાવ્યા હતા. અને તેનેા ‘ રજસ્’ નામે થઈ ગયેલા વૈદ્ય પણ ચરક ગ્રંથને ધણું જ માન આપતા હતા. ‘સિરસીન’ નામના એક પાશ્ચાત્ય વિદ્વાનના પૂર્વજો પણ ભારતીય આયુર્વેદને તેમજ ચરક તથા સુશ્રૃતને પણ જાણતા હતા, એમ પણ ( - કિતાબે અલફેરિસ્ત–એટિવિટી ઑફ હિંદુ મેડિસિન માં) પુરાતની ઇતિહાસના એક લેખક વર્ષોંન કર્યાં છે. અશાક રાજાના પૌત્રના સમયમાં બૌદ્ધ ધમની સાથે ભારતીય આયુર્વેદ સિંહલદ્વીપમાં પણ પ્રવેશ્યા હતા; તેમજ ( આપણા આ ) ભારતીય આયુર્વેદ વિશેષરૂપે જાહેર થઈ અનેક ટીકાઓની સાથે વાગ્ભટના તિબ્બત પ્રદેશમાં પણ પેાતાને પ્રભાવ ફેલાવીને તે પછી મંગાલ પ્રદેશ સુધી પણ પ્રચાર પામ્યા હતા. વાગ્ભટની અનેક ટીકાઓ | જોકે હમણાં ભારતદેશમાં લુપ્ત થઈ ગઈ છે, તે પણ તિબ્બત પ્રદેશમાં આજે પણ તે ટીકાએને અનુવાદ થઈ ગયેલા મળે છે. ભેડસ"હિતા આજે ભેડસહિતા નામના ગ્ર ંથ લગભગ વધુ પ્રમાણમાં પદ્યમાં સંક્ષિપ્તમાં પણ એક સ`હિતારૂપે કલકત્તાથી પ્રસિદ્ધ થયા છે; તેમાં પણ આપ છાયાને અનુસરતી રચના જોવામાં આવે છે, તેથી એ ભેડસ ંહિતા પણ પ્રાચીન આ` સંહિતા તરીકે જણાય છે, પરંતુ ઉપક્રમ-આરંભ તથા ઉપસંહારના ભાગની વચ્ચે વચ્ચે લગભગ ઘણા ભાગે તે ત્રુટક અને અધૂરાં અંગવાળા છે, પુષ્કળ અશુદ્ધિવાળા દેખાય છે. એક હજાર વર્ષ પૂર્વે લખાયેલ‘વરસમુચ્ચય ’નું એક પુસ્તક તાડપત્રમાં હસ્તલિખિત મળેલું છે, જેમાં આશ્વિન, ભરદ્વાજ આદિની સાથે ભેડનાં કેવળ વરપ્રકરણને લગતાં ધણાં વચને ઢાંકેલાં જોવામાં આવે છે; તેઓમાં ફક્ત બે કે ત્રણ જ શ્લોકા હાલમાં પ્રસિદ્ધ થયેલી ભેડસંહિતામાં મળતા દેખાય છે; પણ તેમાં ટાંકેલા ખીન્ન લેકે તેમાં મળતા નથી. વરસમુચ્ચયે ટાંકેલા તેટલા જ શ્લેાકેા આ પ્રાચીન છપાયેલી ભેડસંહિતામાં મળે છે, તે ઉપરથી ભેડસ ંહિતા પ્રાચીન નથી, એમ કહી શકાય તેમ નથી; પરંતુ એક જ્વરપ્રકરણમાં ખીજા પશુ શ્લોકા ટાંકેલા દેખાય છે, એ જ પ્રમાણે ‘તંત્રસાર ’ નામે ખીજા એક સંગ્રહમ થમાં ભેડના નામથી ટાંકેલા ક્ષેાકેા પણ આજે મળતી ભેડસહિતામાં લગભગ જોવામાં આવતા નથી. આ વૃદ્ધજીવકીય-કાશ્યપસંહિતામાં બસ્તિ-ને સમય બતાવતા પ્રસ ંગે સિદ્ધિસ્થાનના પહેલા અધ્યાયમાં આમ કહ્યું છે કે, શ્ર્વવત્રવૃતીનાં ૩ મેઃ '-ભેડ આચા કહે છે કે, હાથી માંડીને હરકાઈ માણસને બસ્તિ આપી શકાય છે,' એમ હરકેાઈ માણસને જન્મથી છ વર્ષ – વીતી જાય તે પછી જ બસ્તિકની ચેતાના ભેડના મતે ઉલ્લેખ કરવામાં આવેલ છે; જ્યારે હાલમાં મળતી ભેડસંહિતામાં તેા વારુાનામથ વૃદ્ધાનાં યુવમધ્યમયોસ્તથા । સ્વસ્થાનામાતુરાળાં ત્ર
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy