________________
આ મુ ખ આ કાશ્યપ સંહિતાના રચયિતા કશ્યપે આયુર્વેદને પાંચમે વેદ કહ્યો છે. અને આ સંહિતાને લખીને શિષ્યની પરંપરા દ્વારા તેમણે વિકસાવેલું આયુર્વેદનું આ કલ્પવૃક્ષ આજે પણ લોકોને જિવાડી રહ્યું છે.
વળી આ સંહિતા બાલચિકિત્સાના પ્રસ્થાનથી યુક્ત હેઈને આગવું જ સ્થાન ધરાવે છે અને વૃદ્ધજીવકના તંત્રરૂપે પ્રસિદ્ધિ પામેલી છે. પ્રાચીન તાડપત્રના પુસ્તકરૂપે તે મળી આવી હતી. તેમાં થોડાં ઘણાં પાનાંને લોપ પણ થઈ ગયેલ છે. ગ્રંથની શરૂઆતમાં દશબાર અધ્યાયે તૂટક છે. અંતે પણ અપૂર્ણ ભાગના ૮૦ અધ્યાયમાં ૨૫ અધ્યા સુધી જ મળી આવ્યા છે.
અગ્નિવેશસંહિતાને જેમ ચરકે પ્રતિસંસ્કાર કર્યો અને દઢગલે કેટલાક ફેરફાર કર્યા છે તેમ “વાસ્ય” નામના આચાર્યે કાશ્યપસંહિતાને સંક્ષિપ્ત સ્વરૂપ આપી વૃદ્ધજીવકના તંત્રનું પ્રતિસંસ્કરણ કરેલું છે. આ ગ્રંથમાં સંહિતાકલ્પ નામના ક૯પ વિભાગની અંદર પૂર્વને ભાગ” અને તેના પછીનો “ઉત્તર ભાગ’– ખિલ ભાગ” એમ બે ભાગે જોવામાં આવે છે. પ્રતિસંસ્કાર કરવામાં વાસ્તે કેવળ ખિલભાગની ચેજનાને જ વિનાશ કર્યો છે, એવું નથી, પરંતુ વૃદ્ધજીવકે બનાવેલા આખાયે તંત્રને ફરી સંસ્કાર કર્યો છે.
આ સંહિતામાં આઠ સ્થાન છે, તેથી આને તંત્ર કહેવાય છે. તેમાં જે ખિલસ્થાન છે, તેમાં ૮૦ અધ્યાયો છે અને તેથી આ તંત્રને ખિલ સહિત કહેવામાં આવે છે. આ મહાતંત્રને ચીકના પવિત્ર પુત્ર જીવકે પ્રથમ સંસ્કાર કર્યો હતેમોટા તંત્રને ટૂંકાવીને રચ્યું હતું. કલિયુગમાં આ તંત્ર દેવ-ઈચ્છાથી નાશ પામ્યું હતું, પરંતુ “અનાયાસ” નામના એક યક્ષે આ તંત્રને ધારણ કરી રાખ્યું હતું. તેથી વૃદ્ધજીવકના વંશજ બુદ્ધિમાન વાચે તે “અનાયાસ” યક્ષને પ્રસન્ન કરી આ મહાતંત્રને મેળવ્યું હતું.
કૌમારભૂત્ય અથવા બાલતંત્ર આ સંહિતાનું પ્રધાન અંગ છે. તેમાં શરૂઆતનાં થોડાં પાનાં મૂળ પ્રતમાં નથી મળતાં. ખાસ કરીને એમાં ચાટણે અને ધાવણ