________________
સુધારણા એ મુખ્ય ચિકિત્સા છે. આમાં ફક્ત કાષ્ટાદિ ઔષધે જ વાપર્યા છે, એ રીતે. કશ્યપે મૂળની ચિકિત્સા આપી છે. ધાવણના શેાધનકાળે માતાને માટે દિવસની નિદ્રા. અપથ્ય લખી છે. ધાવણ વધારવા સાવ ઘરગથ્થુ-દાભડા અને દૂધ જેવા ઈલાજે બતાવ્યા છે. સ્તન-કીલક–જે છાતી ઉપર ગાંઠ થઈ જાય છે તેને કેન્સર કહી આખી છાતી કાઢી નખાય છે, તેને બદલે પ્રલેપે, વિરેચનો અને પથ્ય ભેજનથી તેને દૂર કરી શકાય છે. ૨૦મા અધ્યાયમાં દાંત વિષે સુંદર માહિતી આપી છે. કાન વીંધવાનું પણ વૈજ્ઞાનિક રીતે આપ્યું છે.
સૂત્રસ્થાનમાં જ સ્નેહન અને સ્વેદનનો મહિમા આપ્યો છે. બાળકોને વેદ આપવાનું આ સંહિતામાં જ છે. વાતષમાં સ્નિગ્ધદ, કફદેષમાં રૂક્ષદ અને વાત અને કફ બન્ને દેષ હોય તે સાધારણ સ્વેદ આપે. બાળકને આઠ પ્રકારના વેદ કહ્યા છેઃ હસ્તસ્વેદ, પ્રદેહદ, નાડીદ, પ્રસ્તરદ, સંકરસ્વેદ, ઉપનાહદ, અવગાહર્વેદ અને પરિકવેદ. બીજી સંહિતામાં આ સ્પષ્ટ નથી. સંકરસ્વેદમાં જ્યાં મદિરાની નીચેનું કીટુ લખ્યું છે ત્યાં કાંજી વાપરી શકાય. કાંજીના શેકથી વા’ના સેજા ઉપર જલદીથી આરામ થઈ જાય છે. પથ્ય ઉપર ખૂબ સરસ રીતે બતાવી છે. ખૂબ પાતળું ઓસામણ પાઈને પછી યવાગૂ પાવી. તેના વઘારમાં લવિંગ મૂકવાનું કહે છે. અજીર્ણમાં કૂણા કુમળા મૂળાનું ઓસામણ લખ્યું છે. આ ગ્રંથના ૩૧૧ મા પાન ઉપર બાળકના રોગનાં જુદાં જ લક્ષણે નિદાન માટે વર્ણવ્યાં છે. ૨૮ મા લક્ષણ–અધ્યાય ઉપરથી બાળક કે નીકળશે તેનું સુંદર વર્ણન છે. બીજી સંહિતામાં સૂત્રસ્થાન પછી નિદાનસ્થાન આવે છે ત્યારે અહીં સૂત્ર સ્થાન પછી વિમાનસ્થાન લખ્યું છે. ખૂબી એ છે કે આયુર્વેદનાં આઠ અંગોમાં આ જ સંહિતા એવી છે કે જેણે પ્રથમ બાલતંત્ર લખ્યું છે. બાળકના હદયને પ્રિય એવું ઔષધ જુદું જ લખ્યું છે. આખી ચિકિત્સામાં ખાસ મૃદુ ઔષધ વાપર્યા છે અને બાલચિકિત્સાને ક્રમ અને તેને લગતી ખાસ ક્રિયા પણ જુદી જ લખી છે. વિમાનસ્થાનને પ્રથમ અધ્યાય ઘણે તૂટક છે. શારીરસ્થાનના આમાં પાંચ અધ્યાય લખ્યા છે.
આ ગ્રંથમાં ભગવાન કશ્યપે પિતાના શિષ્ય છવકને પ્રશ્નોત્તરરૂપે ઉપદેશ આપે છે. શારીરસ્થાન એ એનેટોમી છે અને ગર્ભની વૃદ્ધિ કેવી રીતે થાય છે તે એમ્બ્રીયેલોજી પણ સવિસ્તર આપી છે. વળી પાન ૩૮૭ ઉપર પાંચ હૃદય હોય છે અને છ ત્વચા હોય છે એમ દર્શાવ્યું છે તે બીજા ગ્રંથેથી સાવ જુદી જ વાત છે. હાડકાંની ગણતરીમાં પણ ચરક કરતાં થોડો ફેર છે. શારીરસ્થાનમાં કશ્યપે ઘર અને શરીરની સરખામણી કરી છે. જેમ લાકડાનું બનાવેલું કાઈ ઘર ઘાસ-દેરડાં વગેરેથી ચારે બાજુથી વીંટયું હોય અને બહારના ભાગમાં માટીથી જેમ લીપ્યું હોય તે જ