SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેાત શારીરવિજ્ઞાન મેળવ્યું હતું, તેથી ખીન્ન વિષયાનું અનુસંધાન રાખ્યા સિવાય મિશ્ર દેશમાં ત્રીજી શતાબ્દીથી માંડીને શારીરિકનું તથા શસ્ત્રવિદ્યાનું તેમને વિશેષ જ્ઞાન થયું હતું. વળી ગ્રીસ દેશનાં, મિશ્ર દેશનાં શવૈદ્યકસંબંધી શસ્રામાં પણ ભારતીય શવૈદ્યક શસ્ત્રોની સમાનતા પણ મળે છે; ગ્રીક વૈદ્યકનાં શસ્ત્રો સુશ્રુતમાં કહેલાં શસ્ત્રોના જેવાં જ છે, એવા વિદ્વાનાના ઉલ્લેખ છે. અને આજે પણ જે સમાનતા દેખાય છે તે પણ ભારતીય શસ્રવૈદ્યકને અમુક અંશાથી વિદેશા પર જે પ્રભાવ પડ્યો હતા, તેનું દર્શન કરાવે છે. ભારત દેશમાં અનેક પ્રકારની વિદ્યાએ સંપૂર્ણ રીતે વિદ્યમાન છે અને વિશેષે કરી બીજી વિદ્યા કરતાં શલ્યવૈદ્યકીય વિભાગની વિદ્યા તેમ જ કાયચિકિત્સા વિભાગનુ` તથા ભૈષજ્યવિજ્ઞાનનુ ગૌરવપણું તક્ષશિલા આદિ પ્રદેશામાં અતિશય પ્રાચીન હતું, તેને નજરે જોયા પછી તેના ગુણાના ગૌરવદ્વારા પોતાના દેશને ઉન્નત કરવા માટે ગ્રીસના મહાન રાજા ઍલેકઝાન્ડરે પ્રયત્ન કરવા માંડ્યો હતા; તેમ જ એ રાજાએ ગાંધાર દેશના આચાય. પૌકલાવતના તથા સુશ્રુતને પણ સંપ્રદાય તક્ષશિલા, પુષ્કલાવત અને ગાંધાર આદિ દેશમાં ધણેા વૃદ્ધિ પામ્યા હતા; તેમ જ વૈજ્ઞાનિક શસ્ત્રવિદ્યા પણ તે તે દેશમાં ખૂબ વધી હતી તેને પણ વિશેષે કરી ખૂબ આદરસત્કાર અને સ્વીકાર કર્યા હતા. ઉપરાંત એ ઍલેકઝાન્ડર રાજા ભારતીય વૈદ્યોને પોતાની છાવણીમાં સાથે જ રાખતા હતા તથા પેાતાના દેશમાં પણ સાથે જ લઈ ગયા હતા એવું જે વૃત્તાંત મળે છે તે પણ ભારતીય વૈદ્યકજ્ઞાનને ગૌરવાન્વિત કરે છે. વળી વિષયોથી વિરાગ પામી વાનપ્રસ્થવ્રુત્તિ જેણે સ્વીકારી હતી એવા આધ્યાત્મિક વિદ્વાન ‘કલ્યાણ ' તેમ જ તક્ષશિલાના રાજ્યની પ્રેરણા તથા સહાયને સ્વીકારીને ઍલેકઝાન્ડર રાખ પેાતાના દેશમાં વિદ્યાનું ગૌરવ સ્થાપવા માટે તેને સાથે લઈ ગયે " હતા. લેાકેામાં ઉપયોગી થઈ પડે એવા અનેક શસ્ત્રવૈદ્યોને તથા ઘણા કાયચિકિત્સક વૈદ્યોને પણ તે પેાતાના દેશમાં લઈ ગયા હોવા જોઈએ. ઍલેકઝાન્ડરના ઇતિહાસમાં પણ એ બાબત ૧૧૩ જાણવા મળે છે કે ઈ. સ. પૂર્વે ૩૨૭માં ઍલેકઝાન્ડર ભારતમાં આવ્યા હતા. પાછે ફર્યા બાદ તે મરણ પામ્યા હતા, ત્યારે તેની યાદગીરીમાં ઉધાડવામાં આવેલી ઍલેકઝાંડ્રિયા નામક સ ́સ્થામાં પણુ વૈજ્ઞાનિક શસ્રવૈદ્યકની ઉન્નત્તિ થયેલી જોવામાં આવે છે તે જ ભારતીય વૈદ્યકવિજ્ઞાનની ગુણવત્તા તથા પ્રભાવની ખાતરી કરાવે છે. ઈરાન દેશમાં મિશ્ર દેશના વૈદ્યોએ ડેરીયસ' પહેલાની ચિકિત્સા કરી હતી, તે ઉપરથી મિશ્ર દેશમાં ઈસવી સન પૂર્વે ત્રીજી શતાબ્દીની પહેલાં પણ શથ્થુંવૈદ્યક પ્રચલિત હતું, એમ જણાય છે; પરંતુ એ દેશમાં તે ભારતીય વૈદ્યો સફળ થયા ન હતા. ત્યાં તેએની જે હાલત બની હતી, તેને પણ તે કહે છે; વળી મિશ્રદેશમાં પૂર્વકાળમાં શારીરક વિજ્ઞાનને કાઈ સંચાર નહાતા, પ્રચલિત હતું તે પણ ભારતીય વિજ્ઞાનથી પ્રભાવિત હતું. ગ્રીસદેશમાં જે પ્રાચીન મૂર્તિઓ મળી છે, તેમામાં માંસપેશીઓની રચના અડસટ્ટે થયેલી જણાય છે, તે ઉપરથી ત્યાં શારીરિક જ્ઞાન પહેલાંના સમયથી હતું, એવે! તર્ક પણ કરી શકાતા નથી; ની રચના તેા ભારતમાં તથા સુમેરિયા, ખેબિલેાનિયા કારણ કે ચિત્રમાં રહેલી મૂર્તિએમાં માંસપેશીઓઆદિ પ્રદેશમાં પ્રાચીન સમયથી મળે છે. ચિત્રની મૂર્તિએ માં માંસપેશીઓની (વ્યવસ્થિત ) રચનાની સુંદરતા કે ખેાળપણું હોય તે તા ચિત્રકારનું નૈપુણ્ય કે અનૈપુણ્યને જણાવે છે; વળી અંદરના શારીરિક અવયવનું ઊંડું જ્ઞાન હોય તેા જ ચિત્રકલામાં પણ ગુણસ્થાપન સંભવે છે; એ વિષે બે મત નથી; પરંતુ ચિત્રની રચના માત્ર જોવાથી અવયવેાનું વિશેષજ્ઞાન કલ્પી શકાય તેમ નથી. શવૈદ્યકમાં ઉપયોગી શારીરિક વિજ્ઞાન તા આભ્યંછે. આજના સમયમાં પણ જે લેકે ચિત્રકલામાં તરનું સૂક્ષ્મ જ્ઞાન હૈાઈ ધણા વિષયાથી પુષ્ટ થયેલું નિાત થયા હોય, તેઓ પણ અંદરના શારીરિક જ્ઞાન વગરના હોય છે; વળી જે અંદરના શારીરિક જ્ઞાનથી પરિચિત હોય તે રચનામાં નિપુણ હોતા નથી એમ પણ ખતે છે. શરીરનું બહારનું જ્ઞાન તથા અંદરનું વિજ્ઞાન ભિન્ન હોય છે,
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy