________________
અને આ પ્રમાણે નજર સામે લાવવાના :
O
૦૦૦
૦૦
૦૭
આ દરેકમાં તીર્થંકર બેઠા હોય એમ જોવાનું તે લીટીમાં આવતું નામ બોલવાનું, દા.ત. પહેલી લીટીમાં ઉસમ-મજિઅં. આમાં સાથે વંદે છે, અર્થાત વંદુ છું. એમ છે તે દરેક તીર્થંકર ને લાગુ થાય છે. તો તે નામ બોલતા દરેકના ચરણમાં હાથ જોડી માથુ નમાવી વંદન કરીએ છીએ એમ જોવાનું. આમ ધીમે ધીમે એકેક નામ બોલતા જોઈએ અને સાથે સાથે તે તે કુંડાળામાં તે તે તીર્થંકર જોતા તે વંદના જોઈએ- એમ ચોવીસ તીર્થંકર સુધી આગળ વધવાનું.'' પાંચમી ગાથા :
પાંચમી ગાથામાં એ ‘ચઉવીસપ’ અર્થાત્ ચોવીસ પણ એટલે કે આજુબાજુ અનંતા તીર્થંકર સાથે આ ચોવીસીના તીર્થંકરને સામે રાખી સ્તુતિ કરતાં હોઈએ એમ જોતાં એમને ‘નિર્મળ' અને અજર-અમર તરીકે જોવાના અને પ્રાર્થના (આશંસા) કરવાની કે એ ચોવીસ પણ જિનવર મારા પર કૃપા કરો એમનો પ્રભાવ હું ઝીલું”
છઠ્ઠી ગાથા :
એ પ્રભુને કીર્તન-વંદન-પૂજન કરાયેલા તથા ‘શ્રેષ્ઠ સિદ્ધ' તરીકે જોવાના અને તેમની પાસે આસગ્ગ-ભાવ-આરોગ્ય' માટે બોધિલાભ યાને જૈનધર્મની સમ્યગ્દર્શનાદિથી તથા ઉત્તમ ભાવસમાધિની માગણી કરતા હોઈએ તેમ જોવાનું. સાતમી ગાથા ઃ
એ તીર્થંકરો ચંદ્રો કરતાં વધુ નિર્મળ, સૂર્યો કરતાં અતિ પ્રકાશકર અને સમુદ્રો કરતા અતિશય ગંભીર સિદ્ધ તરીકે જોવાના અને તેમની પાસે મોક્ષ માગતા હોઈએ તેવું ધારવાનું.
આમ આખા લોગસ્સના શબ્દે શબ્દનો પદાર્થ નજર સમક્ષ લાવી એના ૫૨ એકાગ્રભાવ રાખવો. આ રીતે ‘લોગસ્સ સૂત્ર'નું ધ્યાન થાય.
૯૧