________________
રોજ પ્રભાતે જાગીને એકવાર પણ ધ્યાન કરવામાં આવે તો કેટલાય પાપકર્મોનો નાશ થાય છે અને અથાગ પૂણ્ય બંધાય એક તીર્થકર ભગવંતને વંદના-સ્તુતિનું ય અચિંત્ય ફળ મળે છે તો ચોવીસ અને સાથે અનંતા તીર્થકરોને વંદના-સ્તુતિ કરવાનું કેટલું ફળ મળે !
આ જોતા ધ્યાન એ જીવનની ઉન્નતિ માટે અત્યંત અગત્યનું છે."
ધ્યાનની બીજી રીતે હાથની કરાંજલિનું ચિત્ર પરિશિષ્ટ-નં.૧માં છે. તેની સમજણ પરિશિષ્ટ નં.૨ માં આપેલ છે. ૫.૩ લોગસ્સ સૂત્ર અને મંત્રજાપ
અક્ષર કે શબ્દની વિશિષ્ટ રચનાને મંત્ર કહેવામાં આવે છે. તેનો શ્રદ્ધાશુદ્ધિ-વિધિપૂર્વક જપ કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે. એટલે “સાધન' મનાય છે. જેના વડે સિદ્ધિ થાય તે સાધન કહેવાય. આવા અનેક સાધનો વિદ્યમાન છે.
ધર્મશાસ્ત્રોએ મંત્રનો સ્વીકાર કર્યો છે. એટલું જ નહિ પણ તેની શક્તિની પ્રશંસા કરી છે એટલે કે તે એક પ્રકારનું શક્તિનું સાધન મનાય છે. લોગસ સૂત્રનો મંત્ર સાધન તરીકે ઉપયોગ મુખ્યત્વે ધર્મધ્યાનની વૃદ્ધિ કરવા માટે થાય છે. તેનો પાઠ નિત્ય નિયમિત કરતાં મંત્ર જેવું જ કામ આપે છે. આગળ ચમત્કારિક દષ્ટાંતો આપેલા છે. શાંતિ-વૃષ્ટિ-પુષ્ટિને લગતા કાર્યો પણ થઈ શકે છે. શાંતિ એટલે રોગ, ભય, કે આપત્તિનું નિવારણ તૃષ્ટિ એટલે મનના મનોરથની સિદ્ધિ પુષ્ટિ એટલે સૌભાગ્યની સિદ્ધિ
લોગસ્સ સૂત્રની પ્રત્યેક ગાથાને મંત્ર બીજો લગાડી તેની સાધના કરતાં અમુક પરિણામ લાવી શકાય છે. જેને કલ્પ કહેવામાં આવે છે.
કલ્પ પરિશિષ્ટ ન.૨ માં આપેલ છે. ૫.૩.૧ ચોવીસ તીર્થંકરના આધારે મંત્ર રચના :
જે મંત્રમાં તીર્થકરનું નામ હોય, તે નામમંત્ર કહેવાય. તેનો ઉપયોગ નામસ્મરણમાં તેમજ પૂજનમાં થઈ શકે છે. જયારે ચોવીસ તીર્થંકરોના પટાદિનું
પૂજન કરવું હોય ત્યારે નામ મંત્ર નીચે પ્રમાણે બોલીને કરાય છે. છે. છે નેં હૈં શ્રીમદેવા: . [ રેં શ્રી જિતનાથા નમ:
૯૨