________________
અરિહંત એવા ચોવીસ પણ કેવલીનું હું કીર્તન કરીશ. આ કહેવું છે.
આમાં પદાર્થ એ જોવાનો કે “ચોવીસપણ' એટલે કે બીજા તો ખરા જ સાથે વર્તમાન ચોવીસીના તીર્થંકર પણ એટલે નજર સામે આગળ ચોવીસ અને એમની જમણી ડાબી બાજુ અનંત તીર્થકરો લાવવામાં આવે એ કેવી મુદ્રામાં આવે ? તો કે લોકના ઉદ્યોતકર ધર્મતીર્થકર, જિન અને અરિહંતની મુદ્રામાં આવે. એની મુદ્રા કેવી રીતે નજર સામે લાવવી ? ૧. સર્વજ્ઞ થયા તે વખતના ગોદોહિકા, આસને તે લોકના ઉદ્યોતકર ૨. ધર્મતીર્થ સ્થાપન વખતના દેશના દેતા, તે ધર્મ તીર્થકર, ૩. કાઉસ્સગ ધ્યાને રાગાદિ જીતતા તે જિન ૪. આઠ પ્રાતિહાર્યયુક્ત સિંહાસન પર બેઠેલા તીર્થકર.
આમા પહેલામાં બધા કેવળજ્ઞાન પામવા વખતે ઉભડક રહેલા દેખાય, બીજામાં સમવસરણ પર બેસી બોલતા દેખાય. ત્રીજામાં આ સ્થિતિ લાવવા પૂર્વે ધ્યાનમાં ઉભેલા અને ભક્ત કે શત્રુ પર રાગ-દ્વેષને રોકનારા દેખાય, ચોથામાં આઠ પ્રાતિહાર્યો શોભતા જોવાના, અથવા “ઉજાગરે” બોલતા પ્રભુના હૃદયમાં કેવળજ્ઞાનનો પ્રકાશ જોવાનો. “તિર્થીયરે” બોલતાં ઉપર મુખ બોલતું દેખાય, તરત જિણે” બોલતા ઉપર આંખમાં વીતરાગતા દેખાય તરત “અરિહંતે' બોલતા મુખની બાજુમાં ચામર વીંઝાતા દેખાય.૪
બીજી-ત્રીજી-ચોથી ગાથામાં ચોવીસ તીર્થંકરના નામ સાથે એમને વંદન છે. એમાંની દરેક ગાથામાં આઠ-આઠ તીર્થંકરના નામ છે. દરેક લીટીમાં કોઈકમાં એક, કોઈકમાં બે, કોઈકમાં ત્રણ નામ છે. તો જે જે લીટીમાં જેટલા જેટલા નામ છે તેટલા તેટલા તીર્થકર તે તે લીટીમાં બોલતા નજર સામે લાવવાના. એનો ક્રમ નીચે મુજબ છે.
ગાથા-૨
ગાથા-૩
ગાથા-૪
૨ ૩
૧ ૩
૩ ૨
૧
૨
૨