________________
તેના યત્કિંચિત્ ખ્યાલ ઉપમાઓ વડે આપવામાં આવ્યો છે. જેમ કે ચંદ્રોથી વધારે નિર્મળ સૂર્યોથી વધારે પ્રકાશિત, સ્વયંભૂરમણ સમુદ્રથી વધારે ગંભીર અને અગાધ
છે
આ સૂત્ર પર શ્રીભદ્રબાહસ્વામીની નિયુક્તિ, પૂર્વાચાર્યનું ભાષ્ય, શ્રી જિનદાસગણિ મહત્તરની ચૂર્ણિ તથા શ્રી હરિભદ્રસૂરિ અને શ્રીમલયગિરિ મહારાજ વગેરેની વ્યાખ્યા ઉપલબ્ધ છે. તથા શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના સ્વપજ્ઞવિવરણમાં, શ્રીશાંતસૂરિએ ચેઈયવંદણમહાભાસમાં, શ્રી વર્ધમાનસૂરિએ આચાર દિનકરમાં શ્રીદેવેન્દ્રસૂરિ એ વંદાવૃત્તિમાં, શ્રીમાનવિજયજી ઉપાધ્યાયે ધર્મસંગ્રહમાં તેના પર વિવરણો કર્યા છે.
આ સૂત્ર તીર્થંકર દેવોની ભક્તિથી ભરપૂર છે. ૫.૨ લોગસ્સ સૂત્ર અને ધ્યાન-કાયોત્સર્ગ ધ્યાન :
ધ્યાન એટલે લક્ષ, ચિંતન, સ્મરણ, વૃત્તિઓની એકાગ્રતા, વિચાર સમાધિ, મનન કરવું.
જૈનચિંતનમાં ધ્યાનનું મહત્ત્વનું સ્થાન છે. ધ્યાન એટલે મન ઉપર સંયમ કરી તેને કોઈ એક વિષય ઉપર ટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોક્ષમાર્ગમાં પ્રગતિ કરવા માટે ધ્યાન બહુ જ અગત્યનું સાધન છે. ધ્યાનમાં મનને એક વિષય ઉપર અમુક સમય સુધી કેન્દ્રિત કરવામાં આવે છે, જે સમય એક મુહૂર્ત અથવા
૪૮ મિનિટ સુધીનો હોઈ શકે." કાયોત્સર્ગ :
કાર્યોત્સર્ગ નો અર્થ કાયાનો ઉત્સર્ગ. ચિત્તનો ધર્મધ્યાન, શુકલધ્યાનમાં પરોવી શરીર ઉપરની મમતા છોડી દેવી તે કાર્યોત્સર્ગ કહેવાય.
લોગ્ગસ્સ સૂત્રનું પદસ્થ ધ્યાન કરવામાં આવે છે લોગસ્સ સૂત્ર મોટું હોવાથી એક એક અક્ષરનું ધ્યાન, ઠેઠ સૂત્ર પૂર્ણ થાય ત્યાં સુધી, બીજા વિચાર વિના અખંડ ચાલે, એટલો ખ્યાલ રાખવાનો કે બે સામટા અક્ષર ન દેખાય જાય, આખા શબ્દનું ધ્યાન કરવાનું છે.
લોગસ્સ સૂત્રની પહેલી ગાથામાં લોકના ઉદ્યોતકર, ધર્મતીર્થકર, જિન અને