________________
ચોતરફ ફેલાઈ વિશુદ્ધ વાતાવરણ ઉત્પન્ન કરે છે. આ ગુણની શુભ સ્તવના-ભક્તિ ‘બિન' શબ્દ વડે કરવામાં આવી છે.
તીર્થંકર ભગવંતો ‘કૈવલી' હોય છે. જ્ઞાન દર્શન, ચારિત્રના વિકાસની ચરમ સીમા સુધી પહોંચેલા હોય છે. તેથી આવા ‘પૂર્ણપુરુષ' યા ‘પૂણ્યાત્મા'ના આદર્શને નિરંતર ષ્ટિ સમક્ષ રાખવા તેમની ભક્તિ સ્તવના ‘પ્રથમ ગાથા માં કરવામાં આવી છે.
આ સૂત્રની બીજી-ત્રીજી-ચોથી ગાથામાં ઋષભાદિ ચોવીસ, તીર્થંકરોને સમાન રીતે ભાવપૂર્વક વંદના ભક્તિ કરવામાં આવી છે. એનો અર્થ એ કે તીર્થંકર પદના ઉપાસકને માટે સર્વ તીર્થંકરો સરખા માન્ય, સરખા આરાધ્ય અને સરખા પૂજય છે. તેમની ‘વંદના ભક્તિ' અભિમુખભાવથી કે પૂરેપૂરી એકાગ્રતાથી કરવાની છે.
સૂત્રની પાંચમી, છઠ્ઠી અને સાતમી ગાથા શ્રી તીર્થંકર દેવની પ્રાર્થના અર્થે યોજાયેલી છે. તેમાં ઉત્તમોઉત્તમ વસ્તુઓ મેળવવાની ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે.
પાંચમી ગાથામાં શ્રી તીર્થંકરો સકલ કર્મથી મુકત થયા છે અને રાગ, તથા દ્વેષનો સંપૂર્ણ રીતે નાશ કરી ચૂકયા છે, તેઓનો પ્રભાવ અચિંત્ય છે. તેઓનું સ્મરણ ભક્તિ કરવાથી જે વસ્તુઓ પ્રાપ્ત કરવાની જરૂર હોય તે આપોઆપ મળી રહે છે.
છઠ્ઠી ગાથામા શ્રી તીર્થંકર ભગવંતોને લોકોત્તમ અને સિધ્ધ કહ્યા છે. તેમના સર્વ પ્રયોજનો સિદ્ધ થયેલાં છે. અહીં જે નીરોગતા, બોધિ અને સમાધિની ઈચ્છા જાહેર કરવામાં આવી છે, તે સકારણ છે. ભવરોગમાંથી મુક્ત થવું એ ધ્યેય છે તેથી પ્રથમ સ્થાન ‘નીરોગતા, આરોગ્ય’ને આપવામાં આવ્યું છે. તીર્થંકરો આરોગ્ય, બોધિ અને સમાધિને આપે છે, તે વાત સત્ય નથી કારણ કે તેઓ વીતરાગ છે; તથા અસત્યપણ નથી કારણ કે તેમની ભક્તિ કરવાથી જ મળે છે. સૂત્રની સાતમી અને છેલ્લી ગાથામાં શ્રી સિદ્ધ ભગવંતોની સ્તુતિ કરવામાં આવી છે. છેલ્લો દેહ છૂટી ગયા પછી તેઓ સર્વકર્મોથી રહિત શુદ્ધ આત્માપરમાત્મા બનેલા છે. એથી તેઓ લોકાગ્રે આવેલી સિદ્ધશિલાના ઉપરના ભાગમાં સિદ્ધ તરીકે બીરાજે છે. તે સ્થિતિનું વર્ણન વૈખરી વાણીથી શક્ય નથી એટલે
..