________________
બંને પ્રકારની ભક્તિમાં ભાવ ભક્તિ ઉત્તમ છે. કારણ કે તે આત્માના અધ્યવસાયોની શુદ્ધિરૂપ છે.
લોગસ્સ સૂત્રની રટના એ ભાવભક્તિનું સ્વરૂપ છે. સમતાની સાધનામાં, વિનયના વિકાસમાં, પવિત્રતાની પ્રાપ્તિમાં, મમતાના મારણમાં કે ત્યાગના ધારણમાં ભક્તિ અગત્યનો ભાગ ભજવે છે. તે ઉપરાંત સમ્યક દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ સિદ્ધ સાધનને સહજ અને સરળ બનાવવાનો અસરકારક ઉપાય
લોગસ્સ સૂત્ર સાત ગાથા અને ૨૮ પદોથી બનેલું છે. આ સ્તવન તીર્થંકરના ગુણ-ગૌરવથી ભરપૂર અને પ્રાર્થનાના પુનિત તત્ત્વથી પ્રકાશિત છે.
પહેલી ગાથામાં તીર્થકર ભગવંતને લોકા-લોક પ્રકાશક- ધર્મતીર્થકર તરીકે ઓળખાવામાં આવ્યા. તેમની સંખ્યા ચોવીસ હોવાનું જણાવાયું. જિ વડે ભરતક્ષેત્રની બહારના જે કોઈ જિનવરો હોય તેનું સૂચન કર્યું. “વિક્તઃ' તે સઘળાનું કીર્તન, ભક્તિ કરવાનો આશય આ શબ્દ દ્વારા બતાવ્યો. લોકાલોકનો પ્રકાશ શ્રી તીર્થકરોએ
નવા, વિમેવા, પૂવેવ' એટલે કે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને ધ્રુવ પણ રહે છે. આ ત્રિપદી વડે, સૂક્ષ્મતાથી અતિવિશદતાથી લોકનું સ્વરૂપ રજૂ કરતાં હોઈ વિશ્વ એ ભેદી કોયડો રહેતો નથી. પણ નિયમાનુસાર ચાલતું ઘટના ચક્ર સમજાય છે. અને તેના આધારે જ અનંત શક્તિમાન આત્માનો પરિપૂર્ણ વિકાસ કરવાની ભવ્ય ભાવના પ્રગટ થાય છે. આ ઉપકાર જેવો તેવો નથી તેથી તેમનું સ્મરણ પ્રારંભમાં જ કરવામાં આવ્યું છે.
શ્રી તીર્થકર ભગવંતો “તિય ધર્મરૂપ તીર્થનું પ્રવર્તન કરે છે. ધર્મના સિદ્ધાંતો મુખ્યત્વે અહિંસા, સંયમ અને તપના ત્રિવિધ આદર્શ પર રચાયેલા હોય તેનું પાલન સમતા, શાંતિ અને સુખનો સાર્વત્રિક પ્રચાર થવામાં જ આવે છે. આ રીતે શ્રી તીર્થકરો તીર્થના સ્થાપક ધર્મના ઉપદેષ્ટા, સન્નીતિના ગ્રષ્ટા હોઈ વિશ્વના પરમ ઉપકારી છે એટલા માટે તેમના એ ગુણનું સ્મરણ સૂત્રના પ્રારંભ પછી તરત જ કર્યુ છે.
શ્રી તીર્થકરનો ઉપદેશ જેવો પવિત્ર અને પ્રભાવશાળી હોય છે. તેવું જ તેમનું જીવન પણ પવિત્ર અને પ્રભાવશાળી હોય છે. તેમના ચારિત્રની સુવાસ