________________
પ્રકરણ-૫ આજના યુગમાં લોગસ્સસૂત્રની પ્રસ્તુતિ
ભારતીય સંસ્કૃતિમાં ત્રિવિધ યોગ જ્ઞાન, ભક્તિ અને કર્મને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આજના યુગમાં જ્ઞાનયોગ અને કર્મયોગના માર્ગ પર આગળ વધવું સામાન્ય માણસ માટે મુશ્કેલ થઈ ગયું છે. ભક્તિયોગનો માર્ગ બધા માટે સરળ અને સુલભ છે. તે મોક્ષપદ પ્રાપ્તિ માટે અમોઘ સાધન છે એટલે જ કહેવાયું છે. કે ભક્તિ મુક્તિની અનમોલ યુક્તિ છે. સમસ્યા ભરેલા વર્તમાન યુગમાં ભક્તિ ચિત્તશુદ્ધિ માટે અસરકારક ઉપાય છે.
ભવસાગરમાં તરવાનું ભવ્ય સાધન ભક્તિ છે. તેમનો મંગલ મહિમા શાસ્ત્રકારોએ વિવિધ નામે અને વિવિધરૂપે ગાયો છે.
અનન્ય શ્રદ્ધાએ ભક્તિ છે. - વંદન, પૂજન, સત્કાર, અને સન્માન એ ભક્તિની ક્રિયાઓ છે - પ્રણામ, પ્રશંસા, પ્રાર્થના, પ્રમોદ એ પ્રણિધાન એ ભક્તિના પ્રકારો છે.
સ્મરણ, સ્તવન, કીર્તન, કથા, ઉત્સવને ઉપાસના ભક્તિ છે. અનુશીલન, આદર, આરાધના, આરાધીનતા, શરણાગતિ, વાત્સલ્ય અને યોગ એ પણ ભક્તિના પર્યાયવાચક શબ્દો છે.' ૫.૧ લોગસ્સ સૂત્ર અને ભક્તિવાદ
લોગસ્સ સૂત્રમાં જિનભક્તિને લગતું જ્ઞાન વિજ્ઞાન ભરેલું છે. લોગસ્સ સૂત્ર એક ભવ્ય ભક્તિસૂત્ર છે. જિન ભક્તિનું ઘાતક છે.
લોગસ્સ સૂત્રનો પાઠ ભણી એટલે ચોવીસ જિનોને વંદન થાય, ચોવીસ જિનોની સ્તુતિ-સ્તવના- પ્રશંસા થાય, ચોવીસ તીર્થંકર પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ બહુમાનની લાગણી જાગે. અને તેમના શરણે જવાનું મન થાય કે જે ભક્તિનો એક ઉત્કૃષ્ટ પ્રકાર છે.
ગૃહસ્થનાં છ આવશ્યક-કર્તવ્યોમાં દેવપૂજા એટલે જિનભક્તિને પહેલી મુકી છે એજ એનું મહત્ત્વ દર્શાવે છે.
આ ભક્તિ બે પ્રકારે થાય છે. દ્રવ્યથી અને ભાવથી. ચૈત્ય-નિર્માણ, ચંદનપૂજા, પુષ્પપૂજા, ગંધ-પૂજા, ધૂપપૂજા આદિ દ્રવ્ય ભક્તિ છે. નામનું સ્મરણ, નામનું ગુણોનું કીર્તન, અંતરંગ પ્રીતિ, સમ્યકત્વ તથા આજ્ઞાપાલન એ ભાવભક્તિ છે.
૮૬