________________
સમુપસ્થિત થયું હોય તેમ ભાસે. આ રીતે સામે સાક્ષાત્ કલ્પવાથી થાનાવેશ તેમજ ભાવાવેશથી સિદ્ધિ શીધ્ર થાય છે. ધ્યાનોવેશ દ્વારા તન્મયી ભાવને પામતું ધ્યાન જ સર્વશ્રેષ્ઠ ગણાય છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે ધ્યાન જ્યારે સ્થિરતાને ધારણ કરે છે. ત્યારે ધ્યેય નજીક ન હોવા છતાં પણ જાણે (સામે) આલેખિત હોય એવું અત્યન્ત સ્પષ્ટ ભાસે છે.
નામગ્રહણપૂર્વક સ્તવનાના વિષયમાં નામ આદિનું માહાભ્ય શાસ્ત્રોમાં આ રીતે કહેવાયું છે.
પરમાત્માનું નામ હૃદયમાં સ્થિર થતાં જ જાણે પરમાત્મા સામે સાક્ષાત્ દેખાતા હોય તેવું લાગે છે. જાણે હૃદયમાં પ્રવેશતા હોય તેવું લાગે છે જાણે મધુર આલાપ કરતા હોય તેવું લાગે છે. જાણે સર્વ અંગોમાં અનુભવાતા હોય તેવું લાગે છે. અને તન્મયભાવ પામતા હોય તેવું લાગે છે આવીજાતના અનુભવોથી સર્વ કલ્યાણોની સિદ્ધિ થાય છે. ૯
વિદુ-રા-મના- વિધૂતરઝોનના)- દૂર કર્યા છે રજ અને મલ જેમણે. વિધુતરંગો-મના પદની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે થાય છે. . रजश्व मलश्व रजोमलौ विधूतौ यैस्ते विधतरजोमला : ।
રજ મલની વ્યાખ્યા આવસ્યનિજજુતિ, લલિત વિસ્તરા, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ, દેવવંદન ભાષ્ય, વંદાવૃત્તિ તથા ધર્મસંગ્રહમાં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે.
“બંધાતુ કર્મ તે રજ અને પૂર્વે બંધાયેલ કર્મ તે મેલ અથવા તો કર્મ તે રજ અને નિકાચિત કરેલ કર્મ તે મલ અથવા ઈર્યાપથિક કર્મ તે રજ અને સામ્પરાયિક કર્મ તે મલ.”૭૦
“બંધાતુ કર્મ રજ છે અને બંધાયેલું કર્મ મલ છે."
આ રીતે વિદુરથમજ્જા પદ જેમણે સર્વ પ્રકારના કર્મોને સંપૂર્ણ રીતે (વિશિષ્ટ પરાક્રમપૂર્વક) દૂર કરી નાખ્યા છે તેવા એ અર્થમાં સિદ્ધ થાય છે.
દીન-ગર-IRTI-(ા ગરમUT:)- પ્રકૃષ્ટ રીતે સંપૂર્ણ રીતે નષ્ટ થયા છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેમના એવા. બધા ગ્રંથો પરીખગરમ પદની છાયા પ્રક્ષીબારમા જ કરે છે.”