________________
વિશેષ અર્થ : તીર્થકર માતાના ગર્ભમાં આવ્યા બાદ માતાએ સ્વપ્નમાં સર્વ રત્નમય અતિ સુંદર અને મહાપ્રમાણવાળો ચક્રનો આરો જોયો તેથી “અર'. ૧૯. મન્ન-મલ્લિ :
સામાન્ય અર્થ : પરિષહ આદિ મલ્લોને જીતે તે “મલ્લિ',
વિશેષ અર્થ : તીર્થંકર ગર્ભમાં આવ્યા બાદ તીર્થંકરની માતાને સર્વત્રઋતુના શ્રેષ્ઠ સુગંધી પુષ્પોની માલાની શયામાં સુવાનો દોહદ થયો અને તે દેવતાએ પૂર્ણ
કર્યો માટે “મલ્લિ ૨૦. મુળાસુદ્દે-મુનિસુવ્રત :
સામાન્ય અર્થ : જગતની ત્રણે કાલની અવસ્થાને જાણે (અવસ્થાનું મનન કરે ) તે “મુનિ' અને સુંદવ્રતોને ધારણ કરે તે “સુવ્રત' મુનિ હોવા સાથે સુવત તે “મુનિસુવ્રત.”
વિશેષ અર્થ : તીર્થંકર ગર્ભમાં આવ્યા બાદ તીર્થંકરની માતા અત્યંત સુવ્રત (સુંદર વ્રત સંપન્ન) બન્યા માટે “મુનિસુવ્રત'. ૨૧. નર-નમિ :
સામાન્ય અર્થ : પરિસહ અને ઉપસર્ગ આદિને નમાવે તે “નમિ.
વિશેષ અર્થ : દુર્દાન્ત એવા સીમાડાના રાજાઓએ તીર્થંકરના પિતાના નગરને ઘેરો ઘાલ્યો હતો. તીર્થકર ગર્ભમાં આવ્યા ત્યારે ગર્ભના પુણ્યની શક્તિથી પ્રેરિત તીર્થંકરના માતાને અટ્ટાલિકા પર ચઢવાની ઈચ્છા થઈ અને તેઓ ચઢ્યા દુશ્મન રાજાઓ તેમને જોતાની સાથે ગર્ભના પ્રભાવથી નમી પડ્યા માટે “નમિ. ૨૨. રિફર્મિ-અરિષ્ટનેમિ :
સામાન્ય અર્થ : ધર્મરૂપી ચક્રમાં નેમિ-ચક્રના ઘેરાવા જેવા તે “નેમિ'.
વિશેષ અર્થ : તીર્થકર ગર્ભમાં આવ્યા બાદ માતાએ રિષ્ટ રત્નમય અતિશય મહાન ચક્રનો નેમિ ઊડતો સ્વપ્નમાં જોયો માટે “રિષ્ટ-નેમિ અકાર
અપમંગલના પરિહાર માટે હોવાથી “અરિષ્ટનેમિ'. ૨૩. પારં-પાર્થ :
સામાન્ય અર્થ : સર્વભાવોને જુએ તે પાર્થ. વિશેષ અર્થ : તીર્થકર માતાના ગર્ભમા આવ્યા બાદ, સાત ફણવાળો
કપ