________________
કરનાર કે સિંચન કરનાર પ્રાકૃત નિયમ પ્રમાણે “૬ ને બદલે “' કરવાથી સદો શબ્દ બને છે.
| વિશેષ અર્થ : વિશેષ અર્થ બે રીતે થઈ શકે છે. ૧. જેમની માતાને ૧૪ સ્વપ્નના પ્રસંગે પ્રથમ સ્વપ્ન ઋષભનું આવ્યું હતું. ૨. જેમના બંને સાથળોમાં વૃષભ એટલે કે બળદનું ચિન્હ છે તે વૃષભ. તેઓ આદિદેવ કે આદિનાથના નામથી ઓળખાય છે.
હિન્દુ ધર્મમાં તેમને વિષ્ણુના એક અવતાર તરીકે ઓળખવામાં આવે છે. ચોવીસ અવતારોમાં તેમની ગણતરી દશમા અવતાર તરીકે છે.
શ્રી ઋષભદેવ આ અવસર્પિણીકાળના પ્રથમ તીર્થકર છે. ૨. નિરં-અજિત :
સામાન્ય અર્થ પરિષદો અને ઉપસર્ગોથી ન જિતાયેલા તે “અજિત'.
વિશેષ અર્થ: તીર્થકર ગર્ભમાં આવ્યા બાદ જેમનાં જનનીને ઘુતક્રીડામાં પિતા જીતી શકયા નહીં માટે “અજીત'. ૩. સંભવ-સંભવ :
સામાન્ય અર્થ - જેમનામાં ચોત્રીસ અતિશયો પ્રગટ થાય તે “સંભવ'. જેઓની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને સુખ અને શાંતિ થાય તે “સંભવ”.
વિશેષ અર્થ - જે તીર્થકર ગર્ભમાં આવ્યા બાદ દેશમાં અધિકાધિક ધાન્યની નિષ્પત્તિ થઈ માટે 'સંભવ.૪ ૪. મનિંદ્ર-અભિનંદન :
સામાન્ય અર્થ : દેવેન્દ્રો આદિથી અભિવાદન કરાય તે “અભિનંદન.
વિશેષ અર્થ આ તીર્થકર ગર્ભમાં આવ્યા બાદ શક્રેન્દ્ર વારંવાર આવીને તેમનું અભિનંદન (સ્તુતિ) કર્યુ માટે “અભિનંદન'. ૫. સુમતિ-સુમતિ :
સામાન્ય અર્થ : જેઓનું સું-સુંદર, મતિ-બુદ્ધિ જેમની મતિ સુંદર છે તે સુમતિ'.
વિશેષ અર્થ : આ તીર્થકર ગર્ભમાં આવ્યા બાદ જેમના માતા સર્વ અર્થોના નિશ્ચિય કરવામાં સુંદર મતિસંપન્ન થયા. વિવાદમાં બે શોક્યો વચ્ચેના