________________
ઝઘડાનું સમાધાન કર્યું માટે “સુમતિ'. ૬. પ૩મખડું-પદ્મપ્રભ :
સામાન્ય અર્થ : નિષ્પકતા ગુણને આશ્રયીને પદ્મ (કમલ)જેવી જેમની પ્રભા છે તે “પદ્મપ્રભ'.
વિશેષ અર્થ : આ તીર્થંકર ગર્ભમાં આવ્યા બાદ માતાને કમલની શયામાં સુવાનો દોહદ થયો. જે દેવતાએ પૂર્ણ કર્યો. માટે પદ્મ અને તીર્થકરની દેહની પ્રભા (કાંતિ) પદ્મ કમળ સમાન રાતી હોવાથી “પદ્મ પ્રભ' નામ રાખ્યું. ૭. સુપા-સુપાશ્વ :
સામાન્ય અર્થ : જેમની પાર્શ્વભાગ (પડખા) સુંદર છે તે.
વિશેષ અર્થ : જે તીર્થંકર ગર્ભમાં આવ્યા બાદ માતાના પાશ્વભાગ (પડખાં) ગર્ભના પ્રભાવથી સુંદર થયા માટે “સુપાર્થ'. ૮. ચંદું-ચંદ્રપ્રભ :
સામાન્ય અર્થ : ચંદ્ર જેવી સૌમ્યકાંતિ તથા પ્રભા શાંત વેશ્યાવાળી હોય તે “ચંદ્રપ્રભ.
વિશેષ અર્થ : જે તીર્થકરની માતાને તીર્થંકર ગર્ભમાં આવ્યા બાદ ચંદનનું પાન કરવાનો દોહદ થયો. તેમજ ભગવાનની શરીરની પ્રભા ચંદ્ર સમાન ઉજ્જવળ હતી તેથી “ચંદ્રપ્રભ.
બીજી ગાથાના તીર્થંકરનું ચિત્ર પરિશિષ્ટ નં. ૧ માં આપેલ છે. ૪.૨.૨ બીજી ગાથાના તીર્થકર ભગવાનના સામાન્ય વિશેષ લક્ષણ ૯. સુવિર્દિ-સુવિધિ :
સામાન્ય અર્થ : સુંદર છે વિધિ એટલે સર્વકાર્યમાં કૌશલ્ય જેમનું છે તે
વિશેષ અર્થ : તીર્થકર ગર્ભમાં આવ્યા બાદ તીર્થંકરના માતા સર્વ વિધિમાં વિશેષ પ્રકારે કુશલ બન્યા માટે “સુવિધિ’. પુત-પુષ્પદંત : સુવિધિનાથ જેમનું બીજું નામ પુષ્પદંત છે. બધા તીર્થંકરના એક એક નામ છે પરંતુ નવમાં તીર્થંકરના બે નામ છે.
આવશ્યકનિસ્તુતિ, આવસય હારિભદ્રીય ટીકા, વંદારૂવૃત્તિ તથા દેવવંદન ભાષ્ય આ ચાર ગ્રંથોમાં તો “પુષ્પદંત નામ મૂળ ગાથામાં હોવા છતાં પણ તેનું