________________
રાજલોકમાં સમાયેલા છે. તેની નીચે અનુક્રમે “વ્યતર', વાણવ્યંતર અને “ભવનપતિ' દેવોના સ્થાનો અને ધર્મા પૃથ્વીના પ્રતિરો એકબીજાને આંતરે છે અને તેની નીચે વંશા,શૈલા, અંજના, રિષ્ટા, મધા, મઘાવતી' નામના વિભાગો છે. જેમાં અનુક્રમે સાત નરકો સમાયેલા છે. ધર્મા પહેલું નરક છે યાવત માધાવતીમાં સાતમું નરક
છે.
આ રીતે લોક શબ્દ ટદ્રવ્યનો પ્રદર્શક હોવા સાથે પંચાસ્તિકાય કે ચૌદ રાજલોક નો પણ પ્રદર્શક છે.’
ચૌદરાજ લોકનું ચિત્ર પરિશિષ્ટ-નં ૧ માં આપેલ છે. ૩mોગ (૩૫વોતરા) પ્રકાશ કરનારાઓને. ઉજ્જયોગરે- ઉદ્યોત કરનાર, કેવળ જ્ઞાનરૂપી દિપકથી પ્રકાશવન્ત કરનાર,
ઉદ્યો- બે પ્રકારનો છે. ૧. દ્રવ્યોદ્યાત- અગ્નિ, સૂર્ય, મણિ વગેરે દ્રવ્ય ઉદ્યોત છે." ૨. ભાવોદ્યોત- જ્ઞાન તે ભાવઉદ્યોત છે. જેના વડે યથાસ્થિતિ રીતે વસ્તુ જણાય
તે શુદ્ધ જ્ઞાન છે. તે જ્ઞાન એ જ ભાવઉદ્યોત છે. કેવળ જ્ઞાનથી ઉત્પન્ન થનારો ઉદ્યોતને ભાવ ઉદ્યોત છે." પ્રકાશ કરવો એવો જેનો સ્વભાવ છે તે “ઉદ્યોતકર' કહેવાય. “ઉદ્યોતકર પણ બે પ્રકારે હોય છે.૧. સ્વઉદ્યોતકર ૧. પર ઉદ્યોતકર”. શ્રી તીર્થકર બંને પ્રકારે ઉદ્યોત કરે છે. પોતાના આત્માને ઉદ્યોતિત કરવા દ્વારા તેઓ
સ્વદ્યોતકર છે. અને લોકમાં પ્રકાશ ફેલાવનાર વચનરૂપી દીપકની અપેક્ષાએ તેઓ બાકીના ભવ્ય વિશષો માટે ઉદ્યોત કરનારા હોવાથી પર ઉદ્યોતકર છે." ઉદ્યોતના પૂર્વોક્ત બે ભેદોમાં ભાવોદ્યોતનું સ્થાન અતિ મહત્ત્વનું છે. કારણ કે દ્રવ્યોદ્યોતનો ઉદ્યોત પુદ્ગલ સ્વરુપ હોવાથી તેમજ તેવા પ્રકારના પરિણામથી યુક્ત હોવાથી પરિમિત ક્ષેત્રમાં પ્રકાશિત કરે છે. જ્યારે ભાવોદ્યોતનો ઉદ્યોત લોક અને અલોકને પ્રકાશિત કરે છે.
કેવળજ્ઞાનના પ્રકાશરૂપી દીપકથી શ્રી તીર્થકરો સર્વલોકમાં પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે માટે તે ઉદ્દ્યોતકર છે. ૭