________________
૪.૧ પહેલી ગાથા : લોગસ્સ ઉજ્જ્ઞોગો, મિત્યરે નિને 1 अरिहंते कितईस्सं, चउवीसं पि केवली ॥१॥
લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથાનો અર્થ અને અન્વય, ટિપ્પણઃ
નોનસ–(તોT)–લોકના, સંપૂર્ણ લોકમાં-જગતમાં. “પ્રમાણથી જે જોવાય છે તે લોક છે. તે ‘લોક' શબ્દથી અહીં ‘પંચાસ્તિકાયાત્મક લોક' ગ્રહણ કરવો એમ ‘આવસ્સયનિજજુતિ'ની હારિયભદ્રીય ટીકામાં સૂચવ્યું છે.
૫
તદુપરાંત લલિતવિસ્તરા, ચેઈયવંદણમહાભાસ, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ, દેવવંદન ભાષ્ય, વંદારૂપવૃત્તિ તથા ધર્મસંગ્રહ- આ ગ્રંથોમાં પણ ઉપર્યુક્ત અર્થને જ માન્ય રાખવામાં આવ્યો છે. માત્ર આચાર દિનકરમાં ‘લોક' શબ્દથી ‘ચૌદ રાજલોક' અર્થને સ્વીકારવામાં આવ્યો છે.
લોકશબ્દથી પંચાસ્તિકાયાત્મક લોક- સમજવાનો છે
૧.ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. પુદ્ગલાસ્થિકાય, ૫. જીવ. આ પાંચ દ્રવ્યો અસ્તિકાય છે અને લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. તેથી ‘લોક'ને પંચાસ્તિકાયાત્મક કહેવાય છે.
તે ‘લોક'નો સામાન્ય પરિચય ત્રણ વિભાગથી અને વિશેષ પરિચય ચૌદ વિભાગથી થાય છે. ત્રણ વિભાગ તે ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક ચૌદ વિભાગ તે ચૌદ રાજલોક છે.
ચૌદ ‘રાજલોક' ના આકાર કે બન્ને હાથ રાખી પગ પહોળા કરી ટટ્ટાર ઉભેલા પુરુષ જેવો છે.
તેમાં પગથી કેડ સુધીનો ભાગ તે ‘અધોલોક' છે.
નાભિપ્રદેશ તે મધ્યલોક છે.
અને તેના ઉપરનો ભાગ ઉર્ધ્વલોક છે.
તે તમામ ઉંચાઈના ચૌદ ભાગ કલ્પવા તે ચૌદ ‘રાજ' અથવા ‘રજ્જુ’ કહેવાય છે.
ચૌદ રાજલોકમાં સૌથી ઉપર ‘સિદ્ધશીલા' છે.તેની નીચે પાંચ ‘અનુત્તર વિમાનો', તેની નીચે ‘નવ પ્રૈવેયક' તેની નીચે ‘બાર દેવલોક', તેની નીચે ‘જ્યોતિષ ચક્ર' (ચન્દ્ર-સૂર્યાદિ) તેની નીચે ‘મનુષ્યલોક’ છે. આટલાં સ્થાનો સાથ
પર